- ટી-શર્ટની આ રીતે કરશો પેર
- તો સ્વેગ જોયા પછી દરેક કહેશે સુપર કુલ
- પહેરવેશ વધારે છે પર્સનાલિટી
ગરમીઓમાં જયારે કંફટ આપનાર આઉટફિટની વાત આવે છે તો, ટી-શર્ટ કરતાં વધારે કઈ સારું નથી. લૂઝ લાઇટ વેટ ટી-શર્ટ એક સમયે ફક્ત છોકરાઓ જ પહેરતા હતા, પરંતુ આજકાલ છોકરીઓ પણ પહેરવા લાગી છે. પરંતુ તે જરૂરી નથી કે ટી-શર્ટ ફક્ત જીન્સની સાથે જ પહેરવી જોઈએ. ગર્લ્સ તેને અન્ય ઘણા આઉટફિટ સાથે પણ પેર કરીને કેરી કરી શકે છે અને ખુદને સ્ટાઇલિશ લુક આપી શકે છે. અહીં જાણો ટી-શર્ટ્સને સ્ટાઇલિશ લુક આપવા માટેના આવા કેટલાક આઇડિયાઝ વિશે, જેને અપનાવ્યા પછી દરેક તમને જોઇને કહેશે સુપર કૂલ.
ગરમીઓમાં કુલોટ્સ એકદમ આરામદાયક લાગે છે. જો તમે થોડો એક્સપેરિમેંટ કરવા માંગતા હો, તો તમે કુલોટ્સ સાથે ટી-શર્ટને પેર કરી શકો છો.પ્લેન ટી-શર્ટ સાથે પટ્ટાવાળી કુલોટ્સનું કોમ્બીનેશન ખૂબ જ સરસ અને આરામદાયક દેખાશે. જો વરસાદની ઋતુ હોય તો ફ્લોરલ કુલોટ્સ પણ સારા લાગે છે.
થ્રી-ફોર્થ સ્કર્ટ પણ આ દિવસોમાં ટ્રેન્ડમાં છે. ગરમીઓમાં તે આરામદાયક પણ હોય છે અને સ્માર્ટ લુક પણ આપે છે. તમે સ્કર્ટ સાથે ટી-શર્ટને પેર કરી શકો છો. જો સ્કર્ટ પ્લીટેડ હોય તો તે વધુ શાનદાર લૂક આપશે. તો, સ્લીવ્ઝ વિનાના ટી-શર્ટ પણ આજકાલ ખૂબ પસંદ આવે છે. તમે આને સ્કર્ટ સાથે પણ પહેરી શકો છો.
ડેનિમ જીન્સ સાથે ટી-શર્ટની પેર એવરગ્રીન રીત છે. તેની ક્યારેય ફેશન જતી નથી. વધુ સ્ટાઇલિશ લુક આપવા માટે તમે રિપ્ડ જીન્સ ટ્રાય કરી શકો છો.
જો તમે શોર્ટ્સ પહેરવામાં કંફ ટેબલ છો, તો તેનાથી વધુ સારી શું હોય. શોર્ટ્સ સાથે ટી-શર્ટની પેર તમને કુલ જ નહીં પરંતુ મોર્ડન લૂક પણ આપે છે. તમે ઈચ્છો તો ડેનિમના શોર્ટ્સ પણ પહેરી શકો છો. તે ખૂબ જ સરસ લાગશે.
આજકાલ સેમીફોર્મલ લૂક માટે યુવતીઓ ટી-શર્ટને પેંટ-સુટની સાથે પણ પેર કરે છે. શર્ટની જગ્યાએ ટી-શર્ટ પહેરવામાં આવે છે. પેંટ-સુટમાં પેસ્ટલ અથવા બ્રાઇટ કલર્સ પસંદ કરી શકો છો.