Site icon Revoi.in

સાડીની સાથે આ રીતે કરો કોમ્બિનેશન, બધા વચ્ચે અલગ તરી આવશે તમારું ડ્રેસિંગ સેન્સ

Social Share

ફેશનની દુનિયામાં રોજ નવી નવી ફેશન જોવા મળે છે. રોજ કાંઈકને કાંઈક નવી રીત અને સ્ટાઈલ બહાર આવતી હોય છે. આવામાં છેલ્લા કેટલાક સમયથી સાડીનો ટ્રેન્ડ પણ વધી ગયો છે.

જો તમે પણ સાડીમાં પાતળા અને સ્ટાઈલિશ દેખાવવા માંગતા હોવ તો આટલી ટીપ્સને ફોલો કરો અને પછી જોવો તમારા ડ્રેસિંગ સેન્સનો કમાલ.

સાડીમાં પરફેક્ટ લુક મેળવવા માટે કોઈપણ સ્ત્રી શેપવિયરનો ઉપયોગ કરી શકે છે અને આની સાથે જ તમે સ્લીમ અને હાઈટ ધરાવતા વ્યક્તિ દેખાશો.

આ માટે પેટીકોટ એકદમ ફિંટીંગમાં હોવો જોઈએ. સ્ત્રીઓ ઘણીવાર ફિટિંગ પેટીકોટની અવગણના કરે છે. પરંતુ તમે નથી જાણતા કે યોગ્ય ફીટીંગ પેટીકોટમાં તમે પાતળા અને હાઈટમાં ઉંચા દેખાશો. આજકાલ ઓનલાઇન સાડી શેપવેર ઉપલબ્ધ છે જેને તમે સરળતાથી લઇ જઇ શકો છો. આનાથી તમારી સાડીનો દેખાવ એકદમ સરસ દેખાશે અને બધા કરતા અલગ ડ્રેસિંગ સેન્સ પણ તમારું દેખાઈ આવશે.

પેટીકોટનો રંગ એકદમ પરફેક્ટ હોવો જોઈએ. જો તમારી સાડીનો રંગ ઘેરો લીલો છે, તો તેની સાથે આછો લીલો પસંદ કરવાની ભૂલ ન કરો. સાડી પ્રમાણે પેટીકોટનો રંગ પસંદ કરો, નહીં તો તમારો લૂક બગડી શકે છે. જો તમે શિફોન, જ્યોર્જિટ, ઓર્ગેજા ફેબ્રિકની સાડી પહેરી છે, તો પછી પેટીકોટના રંગ પર એટલું ધ્યાન આપવાની જરૂર નથી.

લોકોની માંગને ધ્યાનમાં રાખીને આજકાલ ડિઝાઇનર પેટીકોટનો ટ્રેન્ડ છવાયેલો છે. આ પેટીકોટમાં પ્રિન્ટ અને ભરતકામનું કામ હોય છે. તમે નેટ, શિફોન, ઓર્ગેજા સાડી સાથે ડિઝાઇનર પેટીકોટ પહેરી શકો છો.