Site icon Revoi.in

આંખ આવી હોય ત્યારે શું કરવું ? અને ઉનાળાની ગરમીથી આંખોમાં બળતરા થતી હોય ત્યારે શું કરવું ? જાણો આ ઘરેલું ઉચપાર

Social Share

ગરમીની સિઝન હોવાથી આપણાને શરીરમાં ગરમી થવી, આંખોમાં બળતરા થવી વગેરે જેવી ફરીયાદ રહેતી હોય છે, ખાસ કરીને જ્યારે આપણે ઘરેથી બહાર નીકળીએ છીએ અને ઘરે પરત આવીએ છે ત્યારે ચહેરા પર બળતરા થતી હોય છે, ઉનાળાની સખ્ત ગરમીના કારણે ચહેરાની સાથે સાથે આંખોમાંથી પાણી નીકળતું હોય છે, આંખો લાલ થઈ જતી હોય છે તો ઘણી વખત તો આંખોમાં ખૂજલી આવવાથી લઈને સતત પાણી નીકળ્યા જ કરે છે ત્યારે આવી સ્થિતિમાં આપણે ઘરમાં રહેલી વસ્તુઓના ઉપયોગ કરીને આંખોને આરામ આપી શકીએ છીએ.

જો ઉપરની સ્થિતિમાં આંખોમાં બળતરા થાય ત્યારે આ ઘરેલું ઉપચાર કરવા

આ સાથે જ કન્જક્ટિવાઈટિસને આપણે સામાન્ય ભાષામાં આંખ આવવી કહીએ છીએ. આંખની આગળના ભાગમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવી જાય ત્યારે આંખો સૂજી જાય છે. તેને કારણે આંખ લાલ કે ગુલાબી રંગની થઈ જાય છે. કંજક્ટિવાઈટિસને કારણે આંખમાં સતત ખૂંચ્યા કરે છે, ખંજવાળ આવે છે અને સતત પાણી પડ્યા કરે છે. એલર્જી, આંખના ઈન્ફેક્શન, વાઈરસ અથવા તો બેક્ટેરિયાને કારણે કન્જક્ટિવાઈટિસ થાય છે. આ લક્ષણો દેખાઈ ત્યારે ખાસ આ ઉપચાર કરવા.

ઉપર જણાવેલી આંખ આવવાની સ્થિતિમાં કરવા જેવા ઘરેલું ઉપચાર