તમારા હાથ-પગની સુંદરતા વધારવા માટે કરો આ ઘરેલું ઉપચાર – હાથ અને પગની ત્વચા બનશે સુંવાળી
- હાથ અને પગને સુવાળા બનાવવા ઘરેલું ઉપચાર કરો
- દરરોજ સુતા વખતે ઓલીવ ઓઈલથી મસાજ કરો
- એલોવેરા જેલ વડે હાથ પગ પર મસાજ કરી સુકાવા દો
દરેક સ્ત્રીઓનો તેમની સુંદરતાને નિખારવા અવનવા પ્રયોગ કરતી હોય છે, કેટલીક સ્ત્રીઓ તો પહેલાથી જ એટલી સુંદર હોય છે, તો કેટલીક સ્ત્રીઓ સુંદરતા વધારવા માચે પાર્લર કે મેકઅપનો સહારો લે છે.સામાન્ય રીતે મોટા ભાગની સ્ત્રીઓ પોતાના ચહેરાની સુંદરતાને વધુ નિખારે છે. પરંતુ ઘણી વખત તેભૂલી જાય છે કે ચહેરાની સાથે સાથે આપણા હાથ અને પગની સુંદરતા પણ આપણી સુંદરતાને વધારે છે.
સુંદર અને સ્વચ્છ હાથ અને પગ તમારા વ્યક્તિત્વને વધારતા જ નથી, પરંતુ તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં પણ ખાસ મદદ કરે છે.ઘણી વખત ચહેરોગોરો હોય છે અને હાથ પગ કાળા દેખાઈ છે, ત્યારે હવે હાથ અને પગની સુંદરતા પર ધ્યાન આપવું જોઈએ તો ચાલો જોઈએ એવા ઘરેલું ઉપચાર કે જેનાથી હાથ પગ પણ ચહેરાની જેમ જ સુંદર દેખાશે
લીંબુ અને ખાંડ દરેક ઘરમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે,તેમાં રહગેલું , ગિલસેરિન હાથ પગની ત્વચાને ચમકાવે છે, જેથી આ મિશ્રણને હાથ પગ પર લગાવીને 10 મિનિટ બાદ પાણી વડે ઘોઈ નાખવા જેથી હાથ પગની ત્વચા સુંદર સુવાળી બનશે
હરદળ અને મલાઈની પેસ્ટ બનાવીને હાથ પગ પર રોજ 4 થી 5 મિનિટ માલીશ કરવી, ત્યાર બાદ તેને હુંફાળા પાણી વડે ધોઈલો જેનાથી હાથ પગની ત્વચા કોમળ બને છે.
બેસન અને મલાઈને મિક્સ કરીને આ પેસ્ટને હાથ અને પગ પર અપ્લાય કરી સુપકાવા દેવું જ્યારે સુકાય જાય ત્યારે તેને 5 થી 6 મિનિટ માલીશ કરી લેવી જેનાથી હાથ પગની ત્વચા પરનો મેલ દૂર થાય છે અને સ્કિન નિખરી ઉઠે છે.
એલોવેરાના જેલને દરરોજ રાતે સુતા વખતે હાથ અને પગ પર લગાવવું અને સુઈ જવું સવારે ઠંડા પાણી વડે હાથ પગ ઘોવા તેનાથી હાથ પગની સ્કિન લીસ્સી બને છે અને ડાધા હોય તે પણ દૂર થાય છે.
કોફી અને લીબુંની પેસ્ટ બનાવીને પગ તથા હાથની સ્કિન પર લગાવીને મસાજ કરવાથી સ્કિન કોમળ બને છે આ સાથે જ કોફી સ્ક્રબનું કામ કરે છે જેથી હાથ પગની ત્વચા જે રુસ્ક થઈ ગઈ હોય તે નરમ પડે છે.
દહીં અને બેસનની પેસ્ટ પણ હાથ પગની ત્વચા માટે ગુણકારી છે. આ પેસ્ટને લગાવીને રહેવા દેવી ત્યાર બાદ હાથ પગ ઘોઈ લેવા આમ કરવાથી હાથ પગની સુંદરતા નીખરી ઉઠે છે.