ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો? તો આ કામ પહેલા પતાવી લો, નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ
- ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો?
- તો આ કામ પહેલા પતાવી લો
- નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ
ટીકટોક અને અન્ય ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાગી જતા ઈન્સ્ટાગ્રામ લોકોનું સૌથી વધારે મનોરંજન માટેનું ટુલ બન્યું છે. કરોડોની સંખ્યામાં લોકો ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ પણ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં સમય પણ વિતાવે છે. આવામાં ઈન્સ્ટાગ્રામ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં યુઝર્સે એક મહત્વનું કામ કરવાનું રહેશે અને જો તે કરવામાં નહીં આવે તો એકાઉન્ટ બંધ પણ થઈ જશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગયા વર્ષે ઓગસ્ટમાં, ઈન્સ્ટાગ્રામએ જાહેરાત કરી હતી કે, તે તેમના યુઝર્સને તેમના જન્મદિવસની તારીખ અપડેટ (Birthday Verification) કરવા માટે ચેતવણી સૂચના બહાર પાડશે. મેટા કંપનીની (Meta Company) આ એપ્લિકેશને તેમના દરેક વપરાશકર્તા માટે તેમની જન્મ તારીખ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે, જે યુઝર્સે તેમની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અપડેટ નથી કરી તેમને આ એપનો સંપૂર્ણ ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પાસે એક નીતિ છે જે 13 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સને લોકપ્રિય ઇમેજ શેરિંગ પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવાથી પ્રતિબંધિત કરે છે. આ નીતિનો અમલ કરવા માટે, વપરાશકર્તાઓએ તેમની જન્મ તારીખ દાખલ કરવી ફરજિયાત છે. આ શરત ડિસેમ્બર 2019માં લાગુ કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, જ્યારે 16 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માટે સાઇન અપ કરે છે, ત્યારે એકાઉન્ટ ડિફોલ્ટ રૂપે વ્યક્તિગત પર સેટ કરવામાં આવે છે.