ઘન તેરસના દિવસે કરો આ ઉપાય – તુલસીના છોડને ઘરમાં લાવવો ગણાય છે શુભ
દિવાળીના પર્વ શરુ થઈ ચૂક્યા છે શુક્રવારના રોજ ધનતેરસ છે ઘનતેરસ કારતક મહિનામાં ઉજવવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે, તેથી આ મહિનામાં તુલસીનું વિશેષ મહત્વ છે.
ઘનતેરસ પર તુલસી સંબંધિત ઉપાયો કરવા માત્ર ફાયદાકારક નથી, પરંતુ આ દિવસે શમીના છોડને ઘરે લાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે આ છોડને ઘરે લાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને સાધક અને તેના પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.
જો તમે ધનતેરસના દિવસે તુલસીના કેટલાક આસાન ઉપાય અપનાવો છો તો દેવી લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે છે. તેમજ સાધકને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
ધનતેરસના દિવસે તુલસીના પાનનો રસ પીવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માત્ર સ્વાસ્થ્યની દૃષ્ટિએ જ ફાયદાકારક નથી, પરંતુ તે વ્યક્તિની સંપત્તિ અને સમૃદ્ધિનો માર્ગ પણ ખોલે છે અને સાધકને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
આ સાથે જ આમ કરવાતી માતા લક્ષ્મીનું આગમન થશે ધનતેરસના દિવસે મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખો. તેની પાસે એક દીવો પણ પ્રગટાવો. તમારે આ માત્ર ધનતેરસના દિવસે જ કરવાનું છે. આ પછી, રાત પડતા પહેલા તુલસીનો છોડ પાછો ઘરમાં રાખો. આ સાથે જ ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.