યાદશક્તિ વધારવા માટે કરો આ ઉપાય,જાણી લો
ક્યારેક લોકોને એવી સમસ્યા પણ હોય છે કે તેઓ દરેક વાતને ભૂલી જતા હોય છે, તેમને કોઈ કામ યાદ રહેતું નથી, કોઈ મુકેલી વસ્તુ યાદ રહેતી નથી, તો ક્યારેક કોઈ વ્યક્તિ યાદ રહેતા નથી. આ બીમારીને અલ્ઝાઈમર પણ કહેવામાં આવે છે પણ સામાન્ય વાતો જ્યારે યાદ રહે નહી ત્યારે યાદશક્તિ વધારવાનો ઉપાય કરવો જોઈએ.
સૌથી પહેલા તો પાર્ટીઓ અથવા પારિવારિક સમારોહમાં રેસ્ટૉકની મનપસંદ “20 સવાલો”ની રમત છે. આ એક એવી રમત છે જેમાં મગજનો ઉપયોગ થાય છે.
તેમાં વ્યક્તિએ પોતાના મનમાં કોઈ વસ્તુ, સ્થાન અથવા કોઈ અન્ય વ્યક્તિના નામનો વિચાર કરવાનો હોય છે.ત્યારબાદ કોઈ અન્ય વ્યક્તિને 20 સવાલ પૂછો, તેથી ખબર પડે કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. તેમને પહેલી વ્યક્તિ માટે માત્ર હા અથવા ના માં જવાબ આપવાનો હોય છે.
આ પછી એવું કરો કે સુપર માર્કેટમાંથી ખરીદવા માટેની વસ્તુઓની યાદીનો ફોટો તમારા ફોનમાં લેવો કોઈ ખોટો વિચાર નથી, પરંતુ દરેક વખતે મોબાઇલ ફોન અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરવાથી આપણી સ્મરણશક્તિ નબળી પડી જાય છે. આપણે પણ તેનો ઉપયોગ આપણા લાભ માટે કરવો જોઈએ.
છેલ્લો ઉપાય એ પણ છે કે કેટલાક પ્રદેશોમાં ઝોકા ખાવા એ આળસની નિશાની માનવામાં આવે છે, પરંતુ કેટલાક અભ્યાસ મુજબ સારી યાદશક્તિ માટે ઝોખા ખાવા પણ જરૂરી છે. જેઓ રોજ આરામ કરે છે અને લાંબો સમય સૂતા રહે છે, લોકોનું માનવું છે કે તેના કારણે મગજ માહિતીને વધુ સારી રીતે સંગ્રહ કરી શકે છે. તેનામાં સ્ટોર કરી શકે છે અને ત્યારબાદ જરૂર પડે તેને યાદ કરી શકે છે.
તેઓ સૂચવે છે કે આ ‘સ્નૂઝ બ્રૅક’ 20થી 40 મિનિટનો હોવો જોઈએ. “જો આ સ્નૂઝનો સમય 60 મિનિટથી વધુનો થઈ જાય, તો તમને રાત્રે સૂવામાં તકલીફ થશે, તેથી ઍલાર્મ સેટ કરો.”