Site icon Revoi.in

સોમવારે પૂજા કરતી વખતે કરી લો આ સરળ કામ, થઈ શકે છે અનેક લાભો

Social Share

સોમવારનો દિવસ ભગવાન શિવને અતિ પ્રિય છે. સોમવારે માં પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો સોમવારનું વ્રત પણ રાખતા હોય છે. સોમવારનું વ્રત કરવાથી વ્યક્તિની મનની ઈચ્છા પૂરી થાય છે.

1. જો ચંદ્ર દોષથી મુક્ત થવું હોય તો સોમવારે સ્નાન કરીને સફેદ કપડાં પહેરી ભગવાન શિવનો પાણીથી અભિષેક કરવો. આ પાણીમાં થોડું કાચું દૂધ ઉમેરી દેવું. આ ઉપાય કરવાથી કુંડળીમાં ચંદ્ર મજબૂત થાય છે.

2. જો શુક્ર ગ્રહ નબળો હોય તો વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના સુખોની ખામી રહે છે. શુક્ર સંબંધિત દોષ હોય તો ધન સંબંધિત સમસ્યાઓ પણ વધારે રહે છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે સોમવારના દિવસે પૂજા કરો ત્યારે ભગવાન શિવને અખંડિત ચોખાથી બનેલી ખીરનો ભોગ ધરાવવો.

3. જો ઘરમાં વાસ્તુદોષ હોય અને તેના કારણે સમસ્યાઓ રહેતી હોય તો સોમવારે સ્નાન કર્યા પછી બજારમાંથી ડમરું ખરીદી ઘરે લઈ આવવુ. ઘરમાં ડમરુંની પૂજા કરવી. પૂજા કર્યા પછી આખા ઘરમાં ફરી ડમરું વગાડો. આ ઉપાય કરવાથી વાસ્તુદોષ દૂર થઈ શકે છે.

4. જો તમે જીવનમાં સફળ થવા માંગો છો તો સોમવારના દિવસે સ્નાન કરીને ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરો. નિયમિત કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી મનચિત ફળની પ્રાપ્તિ થાય છે.

5. જો કુંડળીમાં અશુભ ગ્રહોના પ્રભાવના કારણે તમે વારંવાર ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો સોમવારે વિધિપૂર્વક શિવ પૂજા કરવી. શિવ પૂજામાં ગંગાજળ, કાળા તલ, મધનો ઉપયોગ કરીને શિવજીનો અભિષેક કરો. પહેલા આ દ્રવ્યોથી શિવજીનો અભિષેક કરો અને પછી સામાન્ય જળથી અભિષેક કરવો.