Site icon Revoi.in

ઉનાળામાં હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા માટે આટલું કરો…

Social Share

અમદાવાદઃ રાજ્યમાં હીટવેવની અસર વર્તાઈ રહેલ હોઈ હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી, જાહેર જનતાએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે નીચે મુજબના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.

સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો,ટીવી જુઓ તથા અખબાર વાંચો, પુરતું પાણી પીવું તથા ORS, ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ(કાચી કેરી), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો, જે શરીરને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે, હળવા,સફેદ રંગના, ખુલતા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા, બને તેટલું ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો, તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો, તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખોલવી, હિટ સ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ કેમ્પ જેવા કે નબળાઈ, ચક્કર આવવાના સંકેતોને ઓળખો, માથાનો દુખાવો, ઉબકા, પરસેવો અને બેભાન અથવા બીમારી અનુભવો તો તરત જ ડોક્ટરને મળો, પ્રાણીઓને છાંયડામાં રાખો અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપો, સગર્ભા કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો પર વધારે ધ્યાન આપવું.

ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે તડકામાં બહાર જવાનું ટાળો, ઘાટા, ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો, જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત પ્રવૃતિઓ ટાળો, ખુલ્લા પગે બહાર ન જાવું જોઈએ, પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખોલો, બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં-કારણકે તેઓ હીટવેવથી પ્રભાવિત થઈ શકે છે, આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંકસ ટાળો, જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે, ઉચ્ચ પ્રોટીન ખોરાક ખાવાનું ટાળો અને વાસી ખોરાક ન ખાઓ હાલ ઉનાળાની ઋતુમાં હીટવેવથી બચવા લોકોને આ પગલાં લઇને પોતાનું જીવન સુરક્ષિત બનાવવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ છે.