સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે તેની બેટરી લાઈફ ઓછી થઈ જાય છે. જો તમે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો વિશે જાણવું જોઈએ. તેની મદદથી તમારા સ્માર્ટફોનની બેટરી હંમેશા સારી રહેશે. બેટરીની આવરદા ઓછી થયા પછી, તમારો સ્માર્ટફોન પણ ઝડપથી બગડવાની અપેક્ષા છે. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે સમય સાથેની બેટરી પર ધ્યાન આપો. તમે લોકલ સ્માર્ટફોન ચાર્જરથી ફોનને ચાર્જ કરો છો, તો તે ધીમે-ધીમે સ્માર્ટફોનની બેટરીને નુકસાન પહોંચાડે છે. આ કારણે, તમારા સ્માર્ટફોનની બેટરી લાઇફ નોંધપાત્ર રીતે ઓછી થઈ જાય છે. જો આ પ્રક્રિયા સતત ચાલુ રહે તો સ્વાભાવિક છે કે, બેટરીની આવરદા આપોઆપ ઘટી જાય. તેમજ તમારા ફોનના અન્ય ભાગોને પણ જોખમમાં મૂકે છે.
સ્માર્ટફોનને અડધો ચાર્જ કરીને અધવચ્ચે જ ચાર્જ કરવાનું બંધ કરી દો અને થોડી વાર પછી તેને ફરીથી ચાર્જ કરવાનું શરૂ કરો તો બેટરી માટે કામ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે અને તેની વિપરીત અસર પણ થાય છે. જો તમે પણ આ કરો છો, તો આ ભૂલનું પુનરાવર્તન ન કરો કારણ કે તેનાથી બેટરી લાઇફ પર નકારાત્મક અસર થવા લાગે છે. જેના કારણે ઘણા સ્માર્ટફોનની બેટરી ડેમેજ થઈ ગઈ છે.
તમે કંપનીના ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરો છો, તો સ્માર્ટફોન સારી રીતે ચાર્જ થાય છે અને બેટરી પર કોઈ નકારાત્મક અસર થતી નથી. ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે કે સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આની પણ તમારા સ્માર્ટફોન પર નકારાત્મક અસર થવા લાગે છે. ક્યારેક ફોનનું મધરબોર્ડ પણ ખરાબ થઈ જાય છે. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આ ન કરો.