આંખોનું તેજ વધારવા માટે આટલું ધ્યાન રાખો- તમારી આંખો બનશે સ્વસ્થ અને તંદુરસ્ત
- આંખોને સ્વસ્થ રાખવા નજીકથી વાચંવાનું ટાળવું જોઈએ
- લીલા શાકભાજીનો તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ
બદલતી ઋતુની સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબજ અનિવાર્ય છે, જેમાં ખાસ કરીને આંખો આપણા શરીરીનું એવું અંગ છે,જેનું ખૂબ જતન કરવું પડે છે, આંખો ખૂબજ સંવેદનશીલ ભાગ છે, ઘૂળ ઉડવી, પવન લાગલો, આંખોમાં કચરો પડી જવું વગેરે જેવી બાબતો તરત જ આંખો પર અસર કરે છે.આ સહીત આજની જે ફાસ્ટ લાઈફ છે તેમાં રોજીંદા આહારમાં થતા ફેરફારથી ક્યાંકને ક્યાંક તેની અસર આપણી આંખો પર પડી રહી છે
આજના આ સમયમાં અનેક લોકોને આંખોની સમસ્યાઓ રહેતી હોય છે, આજકાલ ખૂબજ નાની વયે ચશ્માં આવવાની પણ ફરીયાદ હોય છે,મોટાભાગના બાળકો કે વડીલો ટીવી અને મોબાઈલમાં વધુ સમય પસાર કરતા હોવાથી આંખોના તેજને નુકશાન થાય છે, ત્યારે આજે આપણે કેટલીક એવી બાબતો જોઈશું કે જેના થકી તમે તમારી આંખોનું તેજ વધારી શકો છો અને આંખોને સ્વાસ્થ તથા તંદુરસ્ત બનાવી શકો છો.
આંખોનું ધ્યાન રાખવા આટલું કરો- તમારી આંખો બનશષે સ્વસ્થ
- બને ત્યા સુધી આંખ ઉપર કામનો વધુ બોજો ન આવે તેનું ધ્યાન રાખો
- તેજ વધુ પડતા પ્રકાશ કે પૂરતા પ્રકાશમાં મોટા ભાગે જવાનું ટાળવું જોઈએ.
- જ્યારે પણ વાંચવા બેસો ત્યારે અંધારામાં કે ઓછા પ્રકાશમાં વાંચવું નહી.
- આંખોને સ્વાસ્થ રાખવા રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ વગેરેથી દૂર રહેવું જોઈએ
- આંખોને સાફ કરવા ચોખ્ખા કોટનના રુમાલનો જ ઉપયોગ કરવો જોઈએ
- તમારા આહારનો સુધારો, ભોજનમાં દરરોજ શાકભઆજી ખથાવાની આદત રાખો, આ સાથે જ લીલા ઘાણાનું સેવનમાં વધારો કરો,
- રોજ સવારે વહેલા જોગીને લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવું જોઈએ જેનાથી આંખોની રોશની વધે છે અને જેને નંબર હોય છે તેમના નંબર પણ ઓછા થઈ જાય છે.
- ખાસ કરીને સલાડ , લીલી ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવા આહારનો તમારા ખોરાકમાં સમાવેશ કરવો
- બહાર પવનમાં જ્યારે પણ નિકળવાનું થાય ત્યારે ગોગલ્સ પહેરવાની આદત રાખો
- આંખોને કોસ્મેટિક વસ્તુઓથી દૂર રાખવી. કાજલનો ઉપયોગ પણ ટાળવો જોઈએ