- શિયાળામાં હંમેશા વાળ ગરમ પાણીથી ઘોવા
- વાળ ઘોતા પહેલા હેરમાં ઓઈલ કરવાનું ક્યારેય નહી ભૂલવું
હાલ ઠંડીની ઋતુનો આરંભ થી ચૂક્યો છે, દેરકને વાળની સમસ્યાઓ ખૂબ સતાવતી હોય છે,જેમ કે વાળ ખરવા વાળ બરછડ બનવા વાળને પુરતુ પોષણ ન મળવું આ તમામ સમસ્યાઓ દરેક સ્ત્રીોની સામાન્ય હોય છે, જો કે શિયાળામાં વાળ ખૂબ કાળજી માંગી લે છે, ઠંડા ભેજ વાળા વાતાવરણને કારણે વાળની બેગણી કાળજી રાખવી જરુરી છે,નહી તો વાળ ખરાબ થઈ શકે છે.
શિયાળામાં વાળ ધોવાથી લઈને વાળને કોરો કરવા ,વાળમાં તેલ નાખવું વાળને કન્ડિશનર કરવું આ તમામ બાબતો મહત્વ ઘરાવે છે તો ચાલો જાણીએ એવી કેટલીક નાની નાની ટિપ્સ જે તમારા વાળને સ્ટ્રોંગ બનાવશે અને વાળને બગડતા અટકાવશે.
જાણો વાળની કઈ રીતે રાખવી કાળજી
- શિયાળામાં દર ત્રણ દિવસે વાળ નવશેકા ગરમ પાણીથી ધોવાનું રાખવું, વધારે લોંગ ટાઈમ સુધી વાળ ન ધોવામામ આવે તો વાળ બરછડ બને છે.
- વાળ ઘોતી વખતે ફરજિયાતપણે કન્ડિશનર અપ્લાય કરવાનું રાખો, કન્ડિશનર વાળનેપોષમ પુરુ પાડે છે,જેથી વાળ સ્મૂથ બને છે.
- વાળ ધોવાય ગયા બાદ વાળને કોટનના ટૂવાલ વડે કોરોના કરવા,બને ત્યા સુધી અઠવાડિયામાં એક વખત વાળને સ્ટિમ કરવાનું રાખો.
- શિયાળીની સિઝનમાં વાળમાં એલોવિરા જેલ એઠવાડિયામાં એક વાર સોક્કસ નાખીને રહેવા દેવું ત્યાર બાદ સવારે હુંફાળા પાણીએ વાળ ધોઈ લેવા.
- જ્યારે પણ વાળ ધોવાનો વારો હોય ત્યારે વાળને કોરા ન ધોવા ,વાળ ધોતા પહેલા વાળમાં હેરઓઈલ નાખીદેવું ત્યાર બાદ વાળ ધોવા જેથી વાળ ડેમેજ થતા અટકશે
- વાળને બને ત્યા સુધી શેમ્પુ કરવાથી દૂર રાખવા, કુદરતી વસ્તુઓથી વાળ ધોવાની આદત વધુ બેસ્ટ છે.
- અરીઠા ને પાણીમાં પલાળઈને તેનાથી વાળ ઘોઈ શકો છો.
- શેમ્પૂ અઠવાડિયામાં 2 વખત ઉપયોગ કરો તો વાંધો નહી આવે