- શરીરની જેમ મગજ માટેની કરસત
- મગજને તંદુરસ્ત અને સ્વસ્થ રાખો
- બે મિનિટની કસરત
મગજ જેટલું સતર્ક એટલુ ફાયદાકારક, આ વાત હંમેશા એ લોકો કરતા જોવા મળશે જે લોકો મોટી પોસ્ટ પર હશે અથવા જે લોકો સ્ટ્રેટેજી બનાવતા હશે. મગજને જેટલું પોતાના કંટ્રોલમાં રાખો એટલું તે ફાયદો કરાવે છે અને આ વાતને પણ કોઈ ખોટી તો કહી શકે નહી. આવામાં જેમ શરીરને તંદુરસ્ત રાખવા માટે લોકો કસરત કરે છે તેમ મગજને પણ શાંત અને સતર્ક રાખવા માટે કસરત કરવી જોઈએ.
થેરાપિસ્ટ અને કાઉન્સેલર સરલા તોટલાએ સોશિયલ મીડિયા પર એક સરળ કસરત આપી છે. જેને કરવામાં માત્ર 2 મિનિટનો સમય લાગશે. પરંતુ તેનો લાભ દિવસભર મળશે. આ શ્વાસ લેવાની કસરત કરવાથી તણાવ ઓછો થશે અને ફોકસ ઘણું વધશે. તેની અસર જોઈને આશ્ચર્ય થશે અને તે કોઈપણ વ્યસ્ત શેડ્યૂલમાં પણ કરી શકાય છે. મગજ માટે આ રીતે શ્વાસ લેવાની કસરત કરો.
સૌ પ્રથમ આરામદાયક સ્થિતિમાં બેસો, ખભાને આરામ આપો અને છાતીને આગળની તરફ રાખો. હવે ધીમે ધીમે ઊંડા અને લાંબા શ્વાસ લો. સંપૂર્ણ શ્વાસ લીધા પછી, શ્વાસને થોડીવાર રોકી રાખવાનો પ્રયાસ કરો. આ પછી ધીમે ધીમે શ્વાસને સંપૂર્ણ રીતે છોડો.
નિષ્ણાતો આ શ્વાસ લેવાની કસરતને માત્ર 2 મિનિટ માટે પુનરાવર્તન કરવાની ભલામણ કરે છે. સ્વસ્થ મન માટે અન્ય જરૂરી ટીપ્સ. નિષ્ણાતો કહે છે કે મગજને સ્વસ્થ બનાવવા માટે આ શ્વાસ લેવાની કસરતની સાથે સાથે કેટલીક ટિપ્સનું પણ ધ્યાન રાખો. જેમ કે મલ્ટી-ટાસ્કિંગ ન કરો. એક સમયે એક જ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. આગલા દિવસના મહત્વના કાર્યો માટે આગલી રાતે યાદી બનાવો. જ્યારે કોઈ કાર્ય પૂર્ણ કરો છો, ત્યારે તેને સૂચિમાં મૂકો. પૂરતી ઊંઘ લો અને સકારાત્મક રહો.