આપણું પોતાનું ઘર કોને ન ગમે… કહેવાય છે ને કે પૃથ્વીનો છેડો એટલે ઘર,,,,ગમે ત્યા ગયા હોય અને ઘરે આવીને જે હાશની અનુભૂતિ થાય તે એટલે આપણું ઘર, ઘરને આકર્ષક અને સુંદર બનાવવા માટે અવનવા પ્રયોગ કરતા રહેતા હોય છે,મોંધી વસ્તુઓ ખરીદીને ઘરને સજાવતા હોયઈ છીએ, ખાસ કરીને આપણો ડાયનિંગ એરિયા કે જ્યા આપણે ત્રણ સમયનું ભોજન લેતા હોઈએ છે ,શાંતિથી પરિવાર સાથે બેસીને આ સમયની મજા માણતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આ એરિયાની બાહ્ય સુંદરતા પણ સારી હોય.
ડાનિંગ એરિયામાં આટલી બાબતોનું ખાસ રાખો ધ્યાન
- તો આજે વાત કરીએ જાયનિંગ એરિયાને કઈ રીતે સારો આકર્ષક લૂક આપી શકાય અને ડાયનિંગ ટેબલને પણ કઈ રીતે આકર્ષક બનાવી શકાય, ટેબલ જો કાચંનુ હોય તો તેને ટેબલ મેટ વડે કવર કરવું જોઈએ.
- સૌ પ્રથમ વાત કરીએ ડાયનિંગ ટેબલની તો તમારા ડેબલ પર ટેબલ મેટ પાથરવાનું કાયમ રાખો જેથી ટેબલ ગંદુ ન થાય, આ સાથે જ પ્લેટ મૂકવાની જગ્યાએ પણ સરસ મજાના ફૂડ પ્રિન્ટેડની શિટ મૂકવાનું રાખો જેથી ટેબલ પર ફૂડ વેરાશે નહી અને તેને તરત સાફ કરી શકાશે
- તમારા ડિનર સેટની પ્લેટ ની આકર્ષક પસંદગી કરો
- તમારા ડાયનિંગ ટેબલ પર નેપ્કિનને અલગ અલગ ડિઝાઈનમાં ફઓલ્ડ કરીને ચાર બાજુ કે આઠ બાજુ જેટલા સિટર ટેબલ હો એ રીતે રાખો.
- એક રિયલ નાનો ફ્લાવર પોર્ટ બને ત્યા સુધી ટેબલની વચ્ચમાં મૂકી દો જેનાથી તમારા ટેબલની શોભા વધશે,
- તમારા ડિનર સેટ કાંચના હોય તો તેને બરાબર ક્લિન કરીને પછી જ ટેબલ પર રાખો,આ સાથે જ સ્પુનને ડિનર પ્લેટની બાજુ પર સજાવી દો.
- જાયનિંગ એરિયાની જે વોલ હોય ત્યા તમે ફેમ રાખી શકો છો, જો તમે ફૂડી છો તો ફૂડનું સેન્ટેન્સ લખેલી ફેમ કે પછી ફ્લાવર ફેમથી વોલ સજાવી દો