- મથાના દુખાવામાં રાહત માટે કરો આટલું
- દવા કરતા ઘરેલું ઉપચાર કરો
શિયાળાની સિઝન માં સામાન્ય રીતે આપણા માથામાં દુખાવાની ફરીયાદ રહેતી હોય છે ત્યારે આપણે તરત કોઈ પણ મેડિકલની દવા લઈ લઈએ છીએ જો કે આ દવા લાંબાગાળે આપણાને નુકશાન પહોંચાડે છે,જો તમને પમ આ પ્રકારના દુખાવાની ફરીયાદ રહેતી હોય તો તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જેનાથી માથાના દુખાવામાં રાહત મળી શકે છે.
માથાના દુખાવામાં રાહત માટે કરો આટલું કામ
માથામાં જ્યારે પમ દુખાવો થાય ત્યારે પહેલા તો 1 કલાક જેટલી સરસ ઊંધ લઈ લેવી, ઊંધના કારણે ઘણી વખત માથું દુખે છે, જેથી પુરતી ઊંઘ લેવી જોઈએ, સાથે જ જાગીને તરત જ કામ પર ન લાગવું જોઈએ જાગીને હળવી કસરત ચાલવાનું કરો ત્યાર બાદ કામે લાગો.
જ્યારે પણ માથું દુખે ત્યારે શરદીનો ભાગ પચી ગયો હોય છે જેથી ગરમ પાણી કરીને તેમાં વિક્સ બામ નાખીને બાફ લઈલો, બાફ લેવાથી શરદી નીકળવા લાગશે અને તમારુ માથું હળવું થઈ જશે, ખાસ કરીને માથું શિયાળામાં શરદીનું વધુ દુખે છે. જેથી આ રામબાણ ઈલાજ સાબિત થશે.
જો તમે ઈચ્છો તો માથાના દુખાવાને દૂર કરવા માટે દિવેલ અને કોપરેલને મિક્સ કરીને દરમ કરો અને ત્યાર બાદ તેનાથી વાળમાં મસાજ કે માલિશ કરી શકો છો જેનાથી માથાનો દુખાવો હળવો જઈ જાય છે.
આ સહીત તમે કપૂરનો પાવડર માથા પર લગાવી શકો છો જો તમારા પાસે નિલગરીની તેલ હોય તો તે પણ લગાવી લો તેનાથઈ માથાના દુખાવામાં રાહત મળે છે.