શનિદેવની કૃપા બનાવી રાખવા શનિવારે કરો કામ
જ્યારે પણ કોઈપણ વ્યક્તિના જીવનમાં સંકટ આવે એટલે સૌથી પહેલા તે શનિદેવને યાદ કરે છે અને પ્રાર્થના કરે છે કે શનિદેવ તેમના પર કૃપા વરસાવે, પણ શનિદેવની કૃપા બનાવી રાખવા માટે કેટલાક ઉપાય છે જેને અનુસરવામાં આવે તો શનિદેવ મહારાજ સાચેમાં કૃપા કરે છે અને દરેક તકલીફોને પણ દુર કરે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે, તો તે સુખી અને સમૃદ્ધ રહે છે, જ્યારે જો તે તેની અવગણના કરે છે, તો તેને દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સનાતન પરંપરા અનુસાર શનિવારના દિવસે શ્રી હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ. હનુમાનજીની કૃપા મેળવવા માટે 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા સુંદરકાંડનો પાઠ કરો. હનુમાનજીને મોતીચૂરનો પ્રસાદ ચઢાવો.
શનિવારને ભગવાન શનિની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અઠવાડિયાના આ દિવસનું નામ શનિદેવના નામ પરથી રાખવામાં આવ્યું છે. જો કે પવનપુત્ર હનુમાનજીની પૂજા માટે શનિવારનો દિવસ પણ શુભ માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર દરરોજ પૂજા અને અન્ય કામ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.
વાસ્તુ અનુસાર શનિવારે આખા ઘરમાં લોબાન અને ધૂપ પ્રગટાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. કાળી વસ્તુઓ જેવી કે ચાની પત્તી, કાળા ચણા, કાળા કપડાં, કાળા પગરખા વગેરેનું શનિવારે દાન કરવું જોઈએ.
હિંદુ માન્યતા અનુસાર શનિવારે ઘરમાં લોખંડ અથવા લોખંડની બનેલી કોઈપણ વસ્તુ ન ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદોષ થાય છે. એ જ રીતે લાકડું, કોલસો, તેલ, મીઠું વગેરે પણ ન ખરીદવું જોઈએ.
વિકલાંગ વ્યક્તિ, કૂતરાને શનિવારે પરેશાન ન કરવું જોઈએ, નહીં તો વ્યક્તિને શનિ સંબંધિત દોષોનો સામનો કરવો પડે છે.