ચહેરા પરની કરચલીઓ તમારી પર્સનાલીટી બગાડે છે? તો અપનાવો આ ઉપાય
- ચહેરા પરની કરચલીને કરો દૂર
- ખાસ કરીને આંખ નીચેની કરચલીઓ
- તમારી પર્સનાલીટીને ન બગડવા દેશો
પહેલાના સમયમાં માત્ર મોટી ઉંમરના લોકોના ચહેરા પર કરચલીઓ જોવા મળતી હતી જે લોકો 70 વર્ષ કરતા તેથી વધારે ઉંમરના હોય પરંતુ હવે તો સમય એવો આવ્યો છે કે લોકોને 25ની ઉંમરે જ ચહેરા પર કરચલીઓ જોવા મળે છે અને તેના કારણે તેમની પર્સનાલીટી પણ બગડતી હોય છે. તો હવે નાની ઉંમરમાં જે લોકોને આ પ્રકારની સમસ્યા છે તે લોકોએ આ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ.
ચહેરા પરની કરચલીઓને દૂર કરવા માટે કોઈ પણ વ્યક્તિ ટામેટાનો ઉપયોગ કરી શકે છે. ટામેટાં ચહેરાની સ્કિનને સુંદર બનાવવાની સાથે સાથે કરચલિયો દૂર કરવામાં પણ મદદ કરે છે. ટામેટાંના પલ્પમાં લીંબુના રસના અમુક ટીપા નાખીને પેસ્ટ બનાવો અને જ્યાં કરચલિયો પડી છે ત્યાં લગાવો. અડધો કલાક બાદ તેને સાફ કરી લો.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે એવોકાડોની તો એવોકાડોનું પલ્પ કાઢીને સારી રીતે મિક્સ કરો. તેને પોતાની આંખોની આસપાસ લગાવીને મસાજ કરો. લગભગ 15-20 મિનિટ લગાવીને રાખો. તે બાદ પાણીથી સાફ કરી લો. આવું કરવાથી તમને સારું રિઝલ્ટ મળશે. કરચલિની સમસ્યાને દૂર કરવા માટે બદામનું તેલ પણ રામબાણ ઉપાય માનવામાં આવે છે. દરરોજ સૂતા પહેલાં મોઢાને સારી રીતે ધોઈ લો અને આંખોની આસપાસ બદામના તેલથી મસાજ કરો. હળવા હાથથી મસાજ કરવી. તેને રાતે લગાવેલું જ રાખો. આવું કરવાથી કરચલિ અને ડાર્ક સર્કલની સમસ્યામાંથી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની માહિતી માત્ર જાણકારી માટે છે પણ જો કોઈ સમસ્યા જણાય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.