શિયાળામાં શું તમે પણ બોડીલોશનને ત્વચા પર અપ્લાય કરો છો? તો વાંચીલો શું થાય છે નુકશાન
- બોડીલોશનને ત્વચા પર લગાવાનું ટાળો
- બોડી સિવાય ત્વચા માટે તે હાનિકારક સાબિત થાય છે
શિયાળાની ઋતુ આવતાની સાથે જ દરેક ઘરોમાં બોડીલોશન વેસેલિન માર્કેટમાંથી આવી જતા હોય છે, જો બોડી લોશનની વાત કરીએ તો તે માત્ર બોડી પર જ લગાવવું જોઈએ કેટલાક રિસર્ચ પ્રમાણે તેને ચહેરા પર લગાવવાથી ત્વચા ખરાબ થવાની કે ડલ પરવાની સંભાવના રહે છે.શરીર પર બોડી લોશન લગાવતી વખતે, કેટલાક લોકો તેને ચહેરા પર પણ લગાવે છે. પરંતુ ચહેરા પર બોડી લોશન લગાવવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલા માટે ચહેરા પર બોડી લોશનથી બચવું જોઈએ. આનાથી તમે ત્વચાની ઘણી સમસ્યાઓથી બચી શકો છો.
બોડીલોશનને આ કારણોથી ચહેરા પર ન લગાવવું જોઈએ
બોડી લોશનનું pH લેવલ ખૂબ ઊંચું હોય છે. આવી સ્થિતિમાં ચહેરાની ત્વચા બોડી લોશનને સંપૂર્ણ રીતે શોષી શકતી નથી. જેના કારણે ચહેરાના ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે અને તમારા ચહેરા પર ઘણી સમસ્યાઓ દેખાવા લાગે છે. ચાલો હવે જાણીએ ચહેરા પર બોડી લોશનની આડ અસરો.
આ સાથે જ ત્વચા પર બોડી લોશન લગાવવાથી ચહેરાના ત્વચાના છિદ્રો બ્લોક થઈ જાય છે. જેના કારણે રોમછિદ્રોમાં ગંદકી જમા થાય છે અને ચહેરા પર બ્લેકહેડ્સ નીકળવા લાગે છે. આવી સ્થિતિમાં, બ્લેકહેડ્સના કારણે તમારી ત્વચા ગંદી બની શકે છે.
લોશનનું pH લેવલ ઘણું ઊંચું હોય છે. આવી સ્થિતિમાં ચહેરા પર બોડી લોશન લગાવવાથી ત્વચાનું પીએચ વોલ્યુમ ઓછું થવા લાગે છે. જેના કારણે ત્વચાના કોષોને નુકસાન થાય છે અને તમારા ચહેરા પરની ત્વચા ફાટવા લાગે છે.
આ સાથે જ બોજડીલોશન સ્કિનને રુસ્ક બનાવે છે ચહેરા પર બોડી લોશન લગાવવાથી ત્વચા પર ટ્રાઈક્લોસન કમ્પાઉન્ડ વધવા લાગે છે. જેના કારણે ચહેરાનું કુદરતી તેલ નીકળી જાય છે અને ત્વચા શુષ્ક થવા લાગે છે. જેથી બોડિલોશનનો અપ્લાય ત્વચા પર કરતા અટકવું જોઈએ