શું તમે પણ જમ્યા પછી ઈલાયચી ખાઓ છો? જાણો ફાયદા
મસાલેદાર ખોરાકનો સ્વાદ વધારવા માટે આપણે ઘણીવાર ઈલાયચીનો ઉપયોગ કરીએ છીએ જે મીઠા બની ગયા છે. એલચી હેલ્થ માટે ફાયદાકારક છે.
ઘણા લોકો જમ્યા પછી ઈલાયચી ખાય છે કેમ કે તે માને છે કે ઈલાયચી ખાવાથી ખોરાક પચવામાં આસાની રહે છે ઈલાયચીના બીજ, તેલ અને અર્કમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. ખાલી 2 ઈલાયચી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.
ઈલાયચી મોઢામાં રાહત આપવાનું કામ કરે છે. સાથે જ તે પાચનશક્તિ પણ વધારે છે. ઈલાયચી નેચરલી અને સુગંધિત માઉથ ફ્રેશનર છે.
જો તમને શ્વાસની દુર્ગંધ આવતી હોય તો ઈલાયચી ખાધા પછી તે પણ દૂર થઈ જશે. સાથે જ તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. જેના કારણે ખોરાક પચવામાં સરળતા રહે છે.
ઈલાયચીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે સ્નાયુઓને મજબૂત બનાવે છે. રાત્રે જમ્યા પછી ઈલાયચી ખાવાથી સારી ઊંઘ આવે છે.
એલચીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ બંને હોય છે જે ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. જેમ કે- હાર્ટની બીમારી, હાઈ બીપી, કબજિયાત, ગેસ, એસિડિટી, અસ્થમામાં ફાયદાકારક છે.