શું તમને પણ બો ગુસ્સો આવે છે, તો તમારી હેલ્થ પર પડશે તેની અસર,ગુસ્સાને રાખો આ રીતે કાબુમાં
- ગુસ્સાને હંમેશા કાબૂમાં રાખો
- ગુસ્સો સંબંધો અને હેલ્થ બન્ને બગાડે છે
ગુસ્સો આજે ફાસ્ટ લાઈફમાં આ જાણે સ્વભાવ બની ગયો છે નાની નાની વાતમાં ગુસ્સો કરવો ચીઢ કરવી જાણે વર્તન ખરાબ થવા બરાબર છે,જે માત્ર સંબંધો જ નહી સ્વાસ્થ્ય પણ બગાડે છે જેથી ગુસ્સો આવે ત્યારે મન પર કાબૂ મેળવી લેવું ન બોલવાના શબ્દો ક્યારેય ન જ બોલવા.નહી તો સ્વાસ્થ્ય અને સંબંધો બન્ને ખરાબ થાય છે..ગુસ્સાની આગ જેટલી બીજાને નથી બાળતી તેટલી પોતાના સારા સ્વભાવ અને સકારાત્મક લાગણીઓને બાળી નાખે છે.
કહેવાય છે કે વ્યક્તિના મોઢામાંથી નીકળેલા એક શબ્દથી થયેલો ઘા ક્યારેય રૂઝ આવતો નથી, તે કાયમ રહે છે.જેથી ગુસ્સામાં ક્યાય બોલ વું નહગી શઆંત થઈને લોકોથી દૂર થીને બેસી જવુંજીવનમાં જે વ્યક્તિ વારંવાર પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે અને જોરથી ગુસ્સો કરે છે, કીકતમાં તે અજ્ઞાની હોય છે, પરંતુ તેનાથી વિપરીત જે વ્યક્તિ શાંત રહીને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે તે જ્ઞાની કહેવાય છે.
જ્યારે ગુસ્સો આવે ત્યારે આટલું કરો
જ્યારે પણ જેના પર ગુસ્સો આવતો હોય તે ઈન્સાનથી દૂર જતા રહેવું તેના નજરની સામેથી ખસી જાવો એટલે ગુસ્સો આપમેળે ગાયબ થી જશે.
ઊંડા શ્વાસ લો અને પાણી પીલો ,પછી મનને પૂછો કે તમને ગુસ્સો કરીને શું મળશે, ઉલટાનું તમારું જ નુકશાન થશે આમ કરવાથી તમે જાગત બનશો અને ગુસ્સો ઠળી જશે.
મેડિટેશન પણ ગુસ્સાને કંટ્રોલ કરવામાં મદદરુપ છે.ધ્યાન ક્રોધ માટે સારું છે જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તમે માઇન્ડફુલનેસ મેડિટેશનનો અભ્યાસ કરી શકો છો. તમારા મન અને શરીરને શાંત કરવાનો આ એક સારો માર્ગ છે.
તમારુ હાસ્ય ક્રોધને શાંત કરવામાં મદદ કરી શકે છે. હસવું ખરેખર તણાવપૂર્ણ પરિસ્થિતિને ઘટાડવામાં મદદ કરે છે. હસવું એ તમારા મનને ક્રોધના કારણથી દૂર લઈ જાય છે અને તમારા મનને વધુ સંતુલિત કરવામાં મદદ કરી શકે છે જેથી તમે સકારાત્મક વિચાર કરી શકો.
જો તમને વારંવાર ગુસ્સો આવતો હોય તો ધ્યાન યોગ કરવા જોઈએ.ગુસ્સોને કાબૂમાં રાખવા માટે ઉંડા શ્વાસ, નિયંત્રિત શ્વાસ લેવાની પ્રથા તમારી ક્રોધની લાગણીઓને શાંત કરવામાં મદદ કરે છે.
સારા પુસ્તકો હે હાસ્ય નોવેલ ચાંવાથી પણ તમારું મન પ્રફુલિત રહે છે જેથી ગુસ્સો ઓછો આવશે અને જો ગુસ્સો આવે ત્યારે વાંચવા બેસી જવું જેથી ગુસ્સો શઆંત થી જશે.