- ચાવ્યા વિના ક્યારેય ખોરાક ન ગળવો જોઈએ
- કોઈ પણ ખોરાકને બરાબર ચાવીને જ ખાવો જોઈએ
સામાન્ય રીતે ઘણા લોકો ભાગદોડ વાળા જીવનમાં પોતાના ખોરાકને પણ મહત્વ આપતા નથઈ પરિણામે તેઓ જમવા સમયે પુરતો ટાઈમ ફાળવતા નથી અને તેઓ ફટાફટ જમી લે છએ,ઉતાલમાં તેઓ ખોરાકને ચાવ્યા વિના જ ગળી જતા હોય છએ જો કે આ આદત તમારી પાચનક્રિયા નબળી પાડવા માટે જવાબદાર છે.જેથી ખોરાકને બરાબર ચાવીને પછી જ ગળે ઉતારવો જોઈએ નહીતો પેટ ખરાબ થી શકે છે.
આ સાથે જ ચાવ્યા વિના ઉતાવળમાં ખાવાથી આપણા શરીરને પોષક તત્વો પણ મળતા નથી. જ્યારે આપણે ખોરાક ખૂબ જ ઝડપથી ખાઈએ છીએ, ત્યારે આપણને ધ્યાન નથી હોતું કે આપણે કેટલી માત્રામાં ભોજન ખાઈ રહ્યા છીએ. તમે ઉતાવળમાં ખોરાક ખાઓ છો, ત્યારે તમારા મગજને એ સંદેશ પણ નથી મળતો કે તમારું પેટ ભરાઈ ગયું છે અથવા તમે હવે ભૂખ્યા છો.જેને લઈને ખોરાકની માત્રા વઘઘટ થઈ શકે છે જેની સીધી એસર આરોગ્ય પર પડે છે
ખોરાકને યોગ્ય રીતે ચાવીએ તો શરીરને પોષક તત્વો મળે છે અને સ્થૂળતાની સમસ્યા આપણને ઘેરતી નથી.ઝડપી ખોરાક આખો ગળી જવાથી પાચનશક્તિ મબળી પડે છે, છેવટે પેટમાં પણ દુખાવો રહે છેજેમ જલ્દી અને વારંવાર ખાવાથી લોહીમાં શુગરનું પ્રમાણ અચાનક વધી જાય છે. અને પછી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા વધવા લાગે છે.જે સુગરનું સ્તર વધારે છે.