શું તમને પણ વધારે વિચારવાની આદત છે? તો અપનાવો આ ટિપ્સ
લોકોના જીવનમાં એટલી બધી તકલીફ હોય છે કે તે લોકો તેનાથી ક્યારેક કંટાળી પણ જતા હોય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો વધારે પડતુ વિચારવા લાગતા હોય છે અને તેના કારણે હેરાન પરેશાન પણ થતા હોય છે. દરેક લોકો આ સમસ્યામાંથી પસાર થતા હોય છે. ઓવરથિંકિંગ પાછળ ઘણા કારણ હોય શકે છે. કરિયરની હરિફાઈ, ઓફિસના કામની ચિંતા, ઘરના ગુજરાનની ચિંતા, બાળકોના ભરણપોષણની ચિંતા, સંબંધોમાં તણાવ અને પોતાની તુલના બીજા સાથે કરવાની આદતને કારણે ઓવરથિંકિંગની સમસ્યા થાય છે. તમારી આસપાસ તમે આવા લોકો જોયા જ હશે. આવા લોકો ઘણા શાંત રહે છે, કઈકને કઈક વિચારમાં હોય છે અને બીજા સાથે વધારે વાત પણ નથી કરતા. વધારે પડતુ વિચારવાથી મગજ પર ખરાબ અસર પડે છે. સારી રીતે ઊંઘ પણ નથી આવતી અને તણાવનો સામનો કરવો પડે છે. તેવામાં આ સમસ્યામાંથી છુટકારો મેળવવાના ઉપાયો જાણવા જરુરી છે.
માથાની ચામડીને તેલથી માલિશ કરવી એ દિવસભરના થાક, તણાવ અને ચિંતામાંથી છુટકારો મેળવવાનો એક સરસ ઉપાય છે. ખાસ કરીને જો તમે ગરમ તેલથી માથામાં માલિશ કરો છો તો તે રક્ત પરિભ્રમણને સુધારે છે અને માથાનો દુખાવો અથવા ટેન્શન જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
પગના તળિયાની તેલ માલિશ – રાત્રે સૂતા પહેલા પગમાં તેલથી માલિશ કરવાથી શરીરમાં સંતુલિત થાય છે. તે તમારા શરીર અને મગજને આરામ અને શાંતિ આપશે. જે તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓથી રાહત આપે છે અને તમે ઝડપથી સૂઈ જાઓ છો. સાથે જ તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
સૂતા પહેલા દૂધ પીવો – જો તમે સૂતા પહેલા દૂધનું સેવન કરો છો તો તમને તણાવ અને ચિંતામાંથી મુક્તિ મળશે.