Site icon Revoi.in

શું તમે પણ સવારે બ્રેડવાળો નાસ્તો કરો છો? તો જાણી લો કેટલી કેલરી તમને મળે છે તેના વિશે

Social Share

સવારમાં નાસ્તો કરવાની કેટલાક લોકોને આદત હોય છે તો કેટલાક લોકોને આદત હોતી નથી,. કેટલાક લોકોને સવારમાં ચા અને રોટલી અથવા ભાખરીની આદત હોય છે તો કેટલાક લોકોને માત્ર બ્રેડવાળો નાસ્તો પસંદ આવતો હોય છે. જે લોકોને નાસ્તામાં બ્રેડ પસંદ હોય છે તે લોકોએ જાણવું જોઈએ કે આ નાસ્તાથી તેમને કેટલી કેલરી મળે છે.

બ્રેડ જેમને પસંદ હોય તેમણે જાણવું જોઈએ કે સફેદ બ્રેડ: 1 સ્લાઇસ = 68.6 કેલરી, બ્રાઉન બ્રેડ: 1 સ્લાઈસ = 68.3 કેલરી, મલ્ટિગ્રેન બ્રેડ: 1 સ્લાઈસ = 69 કેલરી.

આ ઉપરાંત માખણ: 1 ચમચી = 103.5 કેલરી, ચીઝ: 1 સ્લાઇસ = 73.1 કેલરી, મિક્સ ફ્રુટ જામ: 1 ચમચી = 65 કેલરી, પાઈન એપલ જામ: 1 ચમચી = 45 કેલરી, નારંગી મુરબ્બો: 1 ચમચી = 44 કેલરી, પીનટ બટર: 1 ચમચી = 45 કેલરી, મેયોનિઝ: 1 ચમચી = 51.8 કેલરી, ન્યુટ્રીલા: 1 ચમચી = 78 કેલરી, ટોમેટો કેચઅપ – 1 ચમચી = 6.2 કેલરી મળે છે.

બ્રેડ સ્પ્રેડ માટે બટરનો ઉપયોગ કરવો બિલકુલ યોગ્ય નથી. જો આપણે 2 બ્રેડ સાથે 1 ચમચી માખણનો ઉપયોગ કરીએ, તો કુલ 235 કેલરી થશે. જામને બદલે ફ્રેશ ફ્રુટ જેમન ઓ ઉપયોગ કરો. તમે માખણને બદલે પીનટ બટરનો પણ ઉપયોગ કરી શકો છો, જે કેલરીને અડધી કાપશે.