- ચેરી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી
- હ્દયને લગતી સમસ્યાને દૂર કરે છે ચેરી
- હાડકાઓ મજબૂત બનાવે છે ચટેરીનું સેવનટ
- ચેરી ખાવાથી અનિદ્રાની સમસ્યા મટે છે
દરેક ફળોમાં પોતપોતાના ખાસ ગુણો હોય છે,સામાન્ય રીતે ફળો પ્રોટિન, વિટામિન્સ, મિનરલિસ જેવા પોષત તત્વોથી ભરેલા હોય છે જેના કારણે સ્વાસ્થ્ય માટે તે ખૂબજ ફાયદા કારક હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું ચેરીની,ચેરીમાં કાર્બોહાઈડ્રેટ વિટામીન એ, બી અને સી, બીટા કેરોટીન, કેલ્શિયમ, આર્યન, પોટેશિયમ, ફોસ્ફરસ સમાયેલા હોય છે.
આમ તો જ્યારે આપણે મીઠું પાન ખાતા હોઈએ છીએ એટલે પહેલા તો ચેરી ખાઈ જી છે ,ચેરી સૌ કોઈને પ્રિય હોય છે, તેનો ઉપયોગ અનેક સ્વિટ ડિશ બનાવવાથી લઈને મુખવાસ તરીકે પણ કરવામાં આવે છે, ચેરી થોડી મોંધી હોય છે જરુર પણ તેને ખાવાથી પણ અનેક ફાયદાઓ થાય છે.
નાના બાળકોથી લઈને મોટાઓ સુધી સૌ કોઈ ચેરી ખાવાનું પસંદ કરતા હોય છે,ખાસ કરીને આ ઋતુમાં ચેરી વધુ પ્રમાણમાં જોવા મળે છે,આ ખાટી-મીઠ્ઠી ચેરી ખાવામાં જેટલી ટેસ્ટી છે એટલી જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ પોષકતત્વો અનેક સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે
જાણો ચેરી ખાવાથી થતા અનેક ફાયદાઓ
ચેરી ખાવાથી આંખો સ્વસ્થ બને છે કારણ કે ચેરીમાં વિટામીન એ ભરપુર જોવા મળે છે. જે આંખોને લાગતી સમસ્યામાં રાહત આપવાનું કાર્ય કરે છે, મોતીયાની ગંભીર સમસ્યા ચેરીનું સેવન ખૂબજ ફાયદાકારક છે.
ચેરીનું સેવન કરવાથી આપણી યાદ શક્તિમાં વધારો થોય છે, કમજોર યાદ શક્તિ વાળા લોકો માટે ચેરીનું સેવન ફાયદો કરે છે,
જે કોઈને પુરતી ઊઁધ ન આવતી હોય એટલે કે અનિંદ્રાની સમસ્યાથ હોય તે લોકોએ ચેરી ખાવી જોઈએ , કારણ કે ચેરીમાં મેલાટોનિનની વધારે માત્રા હોય છે. જે અનિંદ્રાની ગંભીર સમસ્યાને દૂર કરવામાં ખાસ મદદ કરે છએ.
ચેરી ખાવાથી શરીરના હાડકાઓ મજબૂત બને છે,આ સાથએ જ હાડકાના દુખાવાને દૂર કરવામાં ચેરીનું સેવન મદદરુપ થાય છે.
ચેરીનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ બને છે કારણ કે ચેરીમાં આયરન, મેંગેનીઝ, ઝીંક, પોટેશિયમ, વગેરે પોષ્ટિક તત્વો ભરપુર માત્રામાં સમાયેલા હોય છે, આ સાથે જ ચેરીમાં જે બીટા કેરોટીન તત્વ સમાયેલું હો છે જે હૃદયની બીમારીમાં કારગાર સાબિત થાય છે.