- લીમડાની છાલને પાણીમાં પલાળીને પાણીથી ફેશ વોશ કરવો
- લીમડાની છાલને પત્થર પર ઘસીને લગાવવાથી ખીલ દૂર થાય
આયુર્વેદિક ઔષધીય તત્વોથી ભરપૂર લીમડો એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો માટે બેસ્ટ છે ત્વચાની સંભાળ અને વાળની સંભાળમાં પણ લીમડાના પાનનો ઉપયોગ કરે છે. લીમડાના પાનની સાથે લીમડાની છાલ પણ ઘણી ઉપયોગી છે.
લીમડાની છાલનો ઉપયોગ કરીને તમે ચહેરા પર ગ્લો લાવી શકો છો.
લીમડાની જેમ જ લીમડાની છાલમાં પણ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-સેપ્ટિક અને બળતરા વિરોધી તત્વો હોય છે. આ ઉપરાંત લીમડાની છાલમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
લીમડાની છાલમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ તત્વો ચહેરા પરના ખીલ અને પિમ્પલ્સને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ માટે લીમડાની છાલને સૂકવીને પીસી લો. હવે આ પાઉડરમાં ગુલાબજળ અને વિટામિન Eની એક કેપ્સ્યુલ મિક્સ કરો. પછી આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો અને 10 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
લીમડાની છાલ પણ વૃદ્ધત્વ વિરોધી ગુણોથી ભરપૂર છે. લીમડાની છાલનો ઉપયોગ કરીને ત્વચાની કરચલીઓ અને ઝીણી રેખાઓથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે લીમડાની છાલને સૂકવીને પાવડર બનાવી લો. હવે તેમાં ઓલિવ ઓઈલ ઉમેરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો