શું તમે પણ ખૂબ ઊંઘો છો, સાવધાન રહો, તમારી આ આદત નોર્મલ નથી
વધારે ઉંઘવું સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. રાત્રે પૂરી ઉંઘ આવી રહી હોય અને તેમ છતાં તમને દિવસે ઊંઘ આવતી હોય તો સાવધાન રહેવું જોઈએ, કેમ કે તે મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે.
વધુ પડતી અને ઓછી ઊંઘ બંને સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેટલાક લોકોને વધુ ઊંઘવાની આદત હોય છે તો કેટલાકને ઓછી ઊંઘવાની આદત હોય છે. કેટલાક લોકો રાત્રે 8 થી 10 કલાકની ઊંઘ લે છે પણ તેમ છતાં તેઓને દિવસે પણ ઊંઘ આવવાનું મન થાય છે. આ આદત સારી નથી હાયપરસોમનિયા નામની બીમારીથી ઓવરસ્લીપિંગની અસર થઈ શકે છે.આ બીમારીમાં, વ્યક્તિને રાત્રે પૂરતી ઊંઘ હોવા છતાં દિવસ દરમિયાન ઊંઘ આવતી રહે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર, આ બીમારીના સાચા કારણ વિશે આજ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે, કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ રોગ આનુવંશિક કારણોસર પણ થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ મોટાપાનો શિકાર હોય તો આ બીમારી તેને ઝડપથી પકડી લે છે. ઘણા કિસ્સાઓમાં, આ પાર્કિન્સન બીમારીને કારણે પણ થઈ શકે છે.
મનોચિકિત્સકોના જણાવ્યા અનુસાર, ખરાબ માનસિક સ્થિતિને કારણે લોકો આ દિવસોમાં ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. તેનાથી વિપરીત અસર પણ થઈ શકે છે. જેના કારણે તમે હાઈપરસોમનિયાનો શિકાર થઈ શકો છો. આ સમસ્યા કોઈપણ ઉંમરે થઈ શકે છે. પરંતુ મોટાભાગના કેસો 30 થી 40 વર્ષની વયના લોકોમાં જોવા મળે છે