આપણે દરેક લોકો ઈચ્છે છીે કે આપણે ખુશ રહીએ ,સુખ એ એવી વસ્તુ છે જે દરેક મનુષ્ય ઈચ્છે છે. ઘણા લોકો અનેક સુવિધાઓથી સ્જજ હોવા છત્તા ખુશ નથી હોતા કારણ કે બીજાની સારી બાબતને આપણે જોઈ નથી શકતા જો સુખી થવું હોય તો સૌથી પહેલી આદત આપણે આપણી સરખામણી બીજા સાથે કરવાની છોડી દેવી જોઈએ.
આપણા પોતાની આવી કેટલીક સારી આદતો પણ તમારા જીવનને વધુ સુખી અને શાંતિપૂર્ણ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો ચાલો આજે જાણીએ કે તમારે તમારા જીવનમાં કઈ આદતો સામેલ કરવી જોઈએ જેથી તમારું જીવન ખૂબ જ પરેશાની મુક્ત, સુખી અને શાંતિપૂર્ણ બની જાય.
સવારે વહેલા ઉઠવાની આદત
આ દિવસોમાં આપણે બધાને રાત્રે મોડા સૂવાની અને સવારે મોડા ઉઠવાની આદત હોય છે. પરંતુ મોડા સૂવાના ઘણા ગેરફાયદા છે. સૌ પ્રથમ, જ્યારે પણ તમે લાંબા સમય સુધી સૂતા રહો છો, ત્યારે ખૂબ જ ભાગ્યે જ એવું બન્યું હશે કે ઉઠ્યા પછી તમને તાજગીનો અનુભવ થયો હશે. જો તમે આઠ કલાક સૂઈ ગયા હોવ તો પણ તમારું શરીર ભારે લાગશે. બીજું એ છે કે લાંબા સમય સુધી વપરાશ સમયના સંચાલન પર મોટી અસર કરે છે.
બીજાઓની બરાબરી કરવાની આદત
હંમેશા તમારે તમારું જીવન તમારી કમાણીની ક્શમતા અનુસાર જ જીવવું જોઈએ જો તમે જે પણ કઈક કમાવ છો તેમાંથી બચત કરવાની ભાવના રાખો, બીજાની દેખા દેખીમાં ખોટા ખર્ચાઓ કરવાનું ટાળો, જો તમે તમારી કમાણી પ્રમાણે રુપિયા વાપરશો અને કોઈની દેખાદેખી નહી કરો તો હંમેશા સુખી રહેશો.
તમારા જીવનમાં સારા લોકો સાથે સંબંધ રાખો
જે પણ લોકો તમારા જીવનમાં છે તેના પાસેથી હંમેષશા સારી બાબતો શીખો, જો તેમનામાં કઈ પણ ખરાબ આદત હોય તો તેનું અનુકરણ આંઘળું ન કરવું, સારી સંગત તમારા જીવનને મહેકાવે છે.
ક્યારેય પોતાના કામની બીજા પાસે આશ ન રાખો
બને ત્યા સુધી તમારા દરેક ઘરથી લઈ બહારના કાર્ય જાતે જ કરો ,ક્યારેય કોઈ કારણોથી આમ ન થાય ત્યારે જ બીજાની મદદ લો, કારણ કે ક્યારેક એમ બને છે કે બીજા પ્રત્યેની આપણી આશા જ આપણાને દુખી કરે છે,જેથી જ્યારે પણ કોઈની મદદ કરો તો વળતરની આશ ન રાખો