શું તમારે પણ સુપર સોફ્ટ રોટલી બનાવવી છે તો આ રીતે લોટ બાંધવો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશે
ગોળ, ફુલેલી અને કલાકો સુધી રૂ જેવી પોંચી રહે એવી બનાવવું દરેકનું કામ નથી. ઘણા સાથે એવું થાય છે કે રોટલી બને પછી થોડી મિનિટોમાં જ તે કડક થઈ જતી હોય છે. ખાસ તો જે લોકો સવારે ટિફિન લઈને નીકળતા હોય છે તેમને બપોરે જમવામાં કડક રોટલી જ ખાવી પડે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને એક એવી ટ્રિક જણાવીએ જેને અપનાવશો તો રોટલી સવારે બનાવી લીધી હશે તો પણ બપોરે રૂ જેવી સોફ્ટ રહેશે.
રોટલી બનાવવી પણ એક કળા છે. જો મુલાયમ અને ફુલેલી રોટલી બનાવવી હોય તો રોટલીનો લોટ બાંધો ત્યારથી જ કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ વસ્તુઓનું ધ્યાન રાખી લેશો તો રોટલી બનાવ્યાના કલાકો પછી પણ રોટલી સોફ્ટ જ રહેશે.
ઠંડા પાણીથી લોટ બાંધવો
જો તમારા ઘરમાં બધા લોકો ટિફિન લઈને જતા હોય અને તમારી ઈચ્છા હોય કે ટિફિનમાં રાખેલી રોટલી પણ સોફ્ટ રહે તો રોટલીનો લોટ હંમેશા ચાળીને વાપરવો અને લોટ બાંધતી વખતે તેમાં બરફના પાણીનો ઉપયોગ કરવો. ઠંડા પાણીથી લોટ બાંધ્યા પછી તેને 10 થી 15 મિનિટ ભીના કપડામાં ઢાંકીને રાખી દો. ત્યાર પછી લોટને તેલ વડે કેળવી અને તેની રોટલી બનાવો.. આ રીતે લોટ બાંધી રોટલી બનાવશો તો રોટલી ફુલેલી અને સોફ્ટ થશે.
રોટલીને કલાકો સુધી સોફ્ટ રાખવાની ટ્રીક
– રોટલીને લાંબા સમય સુધી સોફ્ટ રાખવી હોય તો હંમેશા ઝીણો લોટ લેવો. જો લોટ કરકરો હશે તો રોટલી કડક થઈ જશે.
– રોટલીના લોટમાં જો તમે થોડું મીઠું ઉમેરી દેશો તો પણ રોટલી ફુલેલી અને સોફ્ટ બનશે. રોટલીનો લોટ બાંધતી વખતે દૂધનો ઉપયોગ કરવાથી પણ રોટલી સોફ્ટ બને છે.
– જ્યારે તમે લોટ બાંધી લો તો તેના પર થોડું ઘી લગાડી તેને 10 થી 15 મિનિટ માટે સેટ થવા રાખી દો. આ લોટથી રોટલી બનાવશો તો પણ તે એકદમ નરમ બનશે.
Soft,,s ,food, health,