Site icon Revoi.in

શું તમારે પણ કેનેડામાં PR લેવા છે? તો જાણી લો આ મહત્વની વાત

Social Share

આજના સમયમાં મોટાભાગના લોકોને કેનેડામાં સ્થાયી થવું છે, લોકો એવું વિચારી રહ્યા છે કે કેનેડામાં તેમને સારી લાઈફ મળશે અને તેના માટે તેઓ પ્રયાસ પણ કરી રહ્યા છે. આવામાં કેનેડામાં હંમેશા માટે વસવાની ઈચ્છા ધરાવતા લોકોએ આ વાત જાણવી જોઈએ કે કેનેડામાં આ વ્યવસાયની જોરદાર માગ છે અને તે લોકોને જલ્દીથી કેનેડામાં સ્થાયી થવાનો મોકો પણ મળી શકે છે.

જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો, એનઓસી કેનેડામાં વ્યવસાયો માટે રાષ્ટ્રીય સંદર્ભ છે. તે એક વ્યવસ્થિત વર્ગીકરણ સંરચના પ્રદાન કરે છે જે શ્રમ બજારની જાણકારી અને રોજગારી સાથે સંબંધિત કાર્યક્રમ વહીવટ માટે, વ્યાવસાયિક ડેટા એકત્રિત કરવા, વિશ્લેષણ કરવા અને પ્રસારિત કરવા માટે કેનેડામાં વ્યવસાયિક પ્રવૃતિની સમગ્ર શ્રેણીનું વર્ગીકરણ કરે છે. વ્યવસાયિક જાણકારી શ્રમ બજાર અને કરિયર ઈન્ટેલિજન્સ, કોશલ્ય વિકાસ, વ્યવસાયિક પૂર્વાનુમાન. શ્રમ પુરવઠો અને માંગ વિશ્લેષણ, રોજગાર ઈક્વિટી અને ઘણા અન્ય કાર્યક્રમો અને સેવાઓનું સમર્થન કરે છે. ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા કેનેડા તેના અસ્થાયી અને સ્થાયી નિવાસના કાર્યક્રમો માટે વ્યવસાયિક પાત્રતા માપદંડ નિર્ધારિત કરવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે એનઓસીનો ઉપયોગ કરે છે.

નીચેના 16 વ્યવસાયોમાં કાર્ય અનુભવ ધરાવતા વિદેશી નાગરિકો હવે એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા અરજી કરવા પાત્ર છે:ડેન્ટલ આસિસ્ટન્ટ અને ડેન્ટલ લેબોરેટરી આસિસ્ટન્ટનર્સ સહાયક અને દર્દી સેવા સહાયકફાર્મસી ટેકનિકલ આસિસ્ટન્ટ અને ફાર્મસી આસિસ્ટન્ટપ્રાથમિક તેમજ માધ્યમિક વિદ્યાલય શિક્ષક સહાયકશેરિફ અને બેલિફસુધારાત્મક સેવા અધિકારીનાયબ કાયદા અમલીકરણ અને અન્ય નિયમનકારી અધિકારીઓએસ્થેટિશિયન, ઈલેક્ટ્રોલોજિસ્ટ અને સંબંધિત વ્યવસાયરેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઈન્સ્ટોલર અને સર્વિસરપેસ્ટ કંટ્રોલર અને ફ્યિર્મિગેટરઅન્ય રિપોર્રસ અને સેવાદારટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવરબસ ડ્રાઈવર, સબવે ઓપરેટરો અને ટ્રાન્ઝિટ ઓપરેટરોહેવી મશીન ઓપરેટરએયરક્રાફ્ટ એસેમ્બલર અને એરક્રાફ્ટ એસેમ્બલી ઈન્સ્પેક્ટર