ગુજરાતના લોકોને લઈને અનેક દેશમાં લોકો એવુ માને છે આ જગ્યા પર એવા લોકો રહે છે જે વેપાર-બિઝનેસમાં વધારે રસ ધરાવે છે, ગુજરાતમાં મોટાભાગના લોકો વેપાર સાથે જોડાયેલા છે, ત્યારે હવે તમે એવી જાણકારી મેળવશો કે જેના પછી તમને લાગશે કે તમારે પણ આ વેપાર શરૂ કરવો જોઈએ.
વાત એવી છે કે જો તમને ફરવાનો અને નવા લોકોને મળવાનો કે વાતચીત કરવાનો શોખ છે તો આ બિઝનેસ આઇડિયા ખાસ તમારા માટે છે. તમે ગુજરાતમાં આવતા લોકો માટે ટૂરિસ્ટ ગાઇડ બની શકો છો. તે એક ફાયદાકારક અને ખૂબ પ્રચલિત બિઝનેસ છે.
આ ઉપરાંત સોયા પ્રોડક્ટ બિઝનેસ- સોયા પ્રોડક્ટ્સ બનાવવી એ ગુજરાતમાં ચોક્કસપણે શરૂ થનારો શ્રેષ્ઠ પ્રોડક્ટ બિઝનેસ છે, કારણ કે ભારતના આ રાજ્યમાં ભોજન બનાવવામાં સોયા પ્રોડક્ટ્સ પ્રચલિત છે.
જો વાત કરવામાં આવે ભણવાની વસ્તુઓની તો તમે સ્ટેશનરીની વસ્તુઓ માટે દુકાન ખોલી શકો છો, કારણ કે આ રાજ્યમાં ઘણા બધા વિદ્યાર્થીઓ રહે છે. સ્ટેશનરીની દુકાન તમારા માટે નફાકારક બની શકે છે.
સર્જનાત્મક ફોટો લેતા આવડે તો અલગ-અલગ ઇવેન્ટમાં ફોટો અને વિડીયો લેવા માટે ફોટોગ્રાફીનો બિઝનેસ શરૂ કરી શકો છો. જેઓ ફોટોગ્રાફીમાં છે તેમના માટે તે એક સારો બિઝનેસ આઇડિયા છે.