- શિયાળામાં ખઆસીનું રાખો ધ્યાન
- ખાસી આવે તેવી વસ્તુઓ ન ખાવી જોઈએ
હાલ શિયાળાની સિઝન ચાલુ થઈ ચૂકી છે ઠંડીએ જાણે માજા મૂકી છે આવી સ્થિતિમાં આપણે આપણો ખ્યાલ જાતે જ રાખવાનો છે,ખાસ કરીને આ ઋતુ એવી હો છે કે જ્યારે ખાસી અને શરદી અવારનવાર થતી હોય ચે આવી સ્થિતીમાં ખઆસી શરદીને કાબૂમાં રાખવી હોય તો કેટલાક પ્રકારનો ખથોરાક ખાવાનું ટાળવું જોઈએ,
શિયાળા આટલી વ્સતુઓ ખાવાથી કરો પરહેઝ
સ્વિટ
શિયાળામાં ખાસ કરીને મીઠાઈઓ ખાવાનું ટાળો જેના કારણે તમને ખાસી વધી શકે છે પરિણામે ગળામાં કફ જામ થવાની ફરીયાદ થાય છે.અને શરદી પણ થતી હોય છે જેથી સ્વિટ ખાવાનું ટાળવું અને જો તમને સ્વિટ ખાવું જ હોય તો ગોળ વાળું અને ઓછા ઘી વાશળું ખાવું
આલ્કોહોલ અને સ્મોકિંગ – ખાંસીની સમસ્યા સતાવતી હોય તો, તમારે દારૂ અને ધુમ્રપાનને ટાળવાં જોઈએ. આ વસ્તુઓથી છાતિમાં કંજેશન અનુભવાય છે અને ખાંસીની સમસ્યા વધી જાય છે. આ સિવાય દારૂના સેવનથી રોગપ્રતિકારક શક્તિ ખરાબ થી જાય છે.
ચિઝ ,બટરને અવોઈડ કરો – ખાંસી દરમિયાન દૂધ, ઘી અને પનીર જેવી વસ્તુઓના સેવનથી શરીરમાં મ્યૂકસનું ઉત્પાદન વધે છે, જેના કારણે ખાંસીની સમસ્યા વધી શકે છે.જેથી ખાસ કરીને ચિઝ અને બટર જેવા ઉત્પાદનો ખાવાનું ટાળવું જોઈએ
કેળા -ખાંસી અને કફની સમસ્યા કેળાથી વધી શકે છે જેથી શિયાળામાં બને ત્યા સુધી કેળા ખાવાનું પણ અવોઈડ કરો,
સફરજન – શિયાળામાં સફરજન ખાવા જોઈએ પણ લિમિટમાં જો તમે એક સફરજ ખાવ તો વાંધો નથી પણ રોજના 2 કે તેથી વધુ ખાઈ રહ્યા છો તો તમને કફની સમસ્યા સર્જાય છે તેથી શિયાળામાં સફરજનું સેવન મર્યાદામાં કરવું જોઈએ