દરેક માતા પિતા ઈચ્છે છે કે તેનું બાળક તમામ પ્રકારની મુસીબત અને સમસ્યાઓથી દુર રહે, આવામાં જે લોકોના ઘરે 10 વર્ષની ઉંમરનું બાળક હોય તેણે આ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. બાળકોને ચપ્પાનો સાચી રીતે ઉપયોગ કરતા શીખવાડો, જેમ કે શાકભાજી ધોવી, કાપવી અને ખાવાની તૈયારીઓ કરવાની ટિપ્સ પણ જરૂરથી શીખવાડો. આ સાથે જ ઘરમાં બાળકોને બ્રેડ પર બટર અને ચીઝ લગાવતા પણ શીખવાડો, જેથી કરીને તમે જ્યારે ઘરે ના હોવ ત્યારે બાળક પોતાની જાતે આટલું કરી શકે અને કોઇ તકલીફ ના પડે
બાળકોને તમે વાસણો અને રસોડુ સાફ કરતા પણ શીખવાડો. આ સાથે જ તમે અઠવાડિયામાં એક વાર તમારા બાળક પાસે આ કામ કરાવો. આ સાથે જ પ્લેટફોર્મ અને સિંક સાફ કરવાની પણ જાણકારી આપો. 10 વર્ષથી ઉપરના બાળકોને આ વસ્તુઓ શીખવાડવી ખૂબ જરૂરી છે. આમ કરવાથી કિચનમાં ગંદકી રહેતી નથી અને રોગચાળો ફેલાતો અટકી જાય છે.
દરેક પેરેન્ટ્સે પોતાના બાળકોને ગેસ ઓન-ઓફ કરતા શીખવાડવું જોઇએ. સમયની સાથે આ વાત શીખવાડવી ખૂબ જરૂરી છે. જરૂરિયાતના સમયે જ્યારે બાળક ઘરમાં એકલું હોય ત્યારે એને ગેસ ઓન-ઓફ કરતા આવડે છે તો એને તકલીફ ઓછી પડે છે. ઘણાં છોકરાઓ મોટા થઇ જાય તો પણ એમને આ વસ્તુ આવડતી હોતી નથી. આ માટે દરેક પેરેન્ટ્સ પોતાનાં છોકરા અને છોકરીઓને આ વાત શીખવાડવી જોઇએ.