- જમ્યા બાદ સ્વિટ ખાવાનું ટાળો
- મેદસ્વિતાપણું વધવાની શક્યાતઓ વધે છે
- કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધે છે
ઘમા લોકોને જમ્યા પછી સ્વિટ ખાવાની આદત હોય છે,જો કે આ આદત બિલકુલ પણ સારી નથી,તે ક્યાંકને ક્યાંક તનારા તંદુરસ્ત આરોગ્યને ખરાબ કરી રહી છે.આવી સ્થિતિમાં મીઠાઈ ખાવાની લાલસાને શાંત કરવા માટે મીઠાઈઓની સૂચિમાં કઈ સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે.ભારતીય આહારમાં કાર્બોહાઇડ્રેટ વધુ હોવાને કારણે, બ્લડ સુગરનું સ્તર વધે છે. જેના કારણે ખોરાક ખાધા પછી મીઠાઈ ખાવાની લાલસા શરૂ થઈ જાય છે.
મીઠાઈ ખાવા પાછળ કેટલાક લોકોના માનસિક કારણો પણ હોય છે. તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે જ્યારે તેઓ જમ્યા પછી મીઠાઈ ખાય છે તો તેમનો મૂડ સારો થઈ જાય છે. મીઠાઈ આવા લોકોને ખુશ, શાંત અને હળવાશ અનુભવે છે.
શા માટે થાય છે સ્વિટ ખાવાની ઈચ્છા
શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે ડિહાઇડ્રેશન થાય છે. જેના કારણે વ્યક્તિને શુગર ખાવાની લત લાગે છે.જો કે તેમાં કેલરી ઉપરાંત, ખાંડમાં સોડિયમ અને પોટેશિયમ હોય છે. જો કોઈ વ્યક્તિ મીઠાઈ ખાવા માંગે છે, તો તેમાં ખાંડ અથવા ગોળની માત્રા હોવી જોઈએ. આનો અર્થ એ છે કે તમારા શરીરને જરૂરી માત્રામાં કેલરી અને ખનિજો મળી રહ્યાં નથી. જેના કારણે વારંવાર મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે તો તે નુકશાન કારક સાબિત થાય છે.
મીઠાઈ ખાવાની લાલસાને રોકવા માટે ખાઓ આ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ-
જો મીઠાઈ ખાવાની લાલસા હોય તો ચીકુ, દ્રાક્ષ, કેરી, કેળા જેવા ફળોને આહારનો ભાગ બનાવો.
કિસમિસ, પણ આમાં સામેલ કરી શકાય છે. જે મીઠાની સાથે સાથે હેલ્ધી પણ હોય છે.
ગોળમાં ઝીંક, વિટામિન-બી, કેલ્શિયમ, ફોસ્ફરસ, કોપર અને મિનરલ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન વગેરે પોષક તત્વો હોય છે. તેથી મીઠાઈને બદલે જમ્યા પછી થોડો ગોળ ખાવો શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પીનટ બટર એ પ્રક્રિયા વિનાનું ખોરાક છે, જે પીનટમાંથી બનાવવામાં આવે છે. તે પ્રોટીન, હેલ્ધી ફેટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. જો તમને જમ્યા પછી મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો તમે કુદરતી પીનટ બટરનું સેવન પણ કરી શકો છો.
મીઠાઈ ખાવાથઈ તમે તમારું આરોગ્ય ખરાબ કરો છો,કારણ કે તેમાં આવતા સુગરને કારણ વજન વધવાની સમસ્યા સર્જાય છએ સાથે સાથે કોલેસ્ટ્રોલ વધવાથઈ લઈને શ્વાસની બીમારી જેવી અનેક બીમારીઓ થાય છે.જેથી મીઠું ખાવાની જો આદત હોય જ તો તમે ઉપર યુક્ત જઆવેલ ખોરાક લઈ શકો છો.