શું વાળમાં ‘સ્પ્લિટ એન્ડ’ની સમસ્યા છે? તો અપનાવી જુઓ આ હેરમાસ્ક
વાળની કાળજી રાખવી દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે, એક સમય પુરુષો ઓછુ ધ્યાન આપે તો ચાલે પણ જો સ્ત્રી દ્વારા વાળની કાળજી યોગ્ય રીતે રાખવામાં ન આવે તો તે વાળને લગતી અનેક સમસ્યા પેદા કરી શકે છે અને ખાસ કરીને સ્પ્લિટ એન્ડની સમસ્યા થતી હોય છે જેમાં વાળના અંતના ભાગમાં બે ભાગલા જોવા મળતા હોય છે. જે મહિલાને આ સમસ્યા છે તેણે આ હેરમાસ્કનો ઉપયોગ એકવાર જરૂરથી કરવો જોઈએ.
આ હેર માસ્ક બનાવવા માટે, પપૈયાના ટુકડા કરો અને તેને સારી રીતે મેશ કરો. તેમાં થોડું દહીં ઉમેરો. તેને વાળ અને માથાની ચામડી પર લગાવો. તેને થોડીવાર માટે રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
એક બાઉલમાં થોડું મધ અને દહીં પણ અનેક રીતે ફાયદા કરી શકે છે. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. તેને વાળ અને માથાની ચામડી પર લગાવો. તેને અડધા કલાક સુધી વાળમાં રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. તે વાળને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. તે શુષ્ક વાળથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
જો વાત કરવામાં આવે કેળાની તો કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ, ઝિંક, આયર્ન અને વિટામિન્સ જેવા પોષક તત્વો હોય છે. તમે પાકેલા કેળાને મેશ કરીને તમારા વાળમાં લગાવી શકો છો. આ હેર માસ્કને અડધા કલાક સુધી વાળમાં લગાવી રાખો. તે પછી હળવા શેમ્પૂથી ધોઈ લો.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.