- લવિંગથી પેઢાનો દુખાવો દૂર થાય છે
- બાવળનું દાતણ દુખાવા માટે બેસ્ટ ઓપ્શન
સામાન્ય રીતે આજની જે ફાસ્ટ લાઈફ છે જેમાં એડઘડ ખોરાક ખાવામાં આવે છે, ખાસ કરીને બહારનું ફૂડ તથા સ્વિટ ખાવાને કારણ ેનાની ઉમંરમાં જ દાંતના પેઢાઓ દુખવા લાગે છે, આ સમસ્યા જાણે સામાન્ય થી ગઈ છે,ઘણા લોકોને દાંત તથા પેઢામાં દુખાવાની ફરીદાય રહેતી હોય છે જો કે આ દુખાવો ઘરે રહીને ઉપચાર કરીને મટાડી શકાય છે.જોઈલો પેઢામાં થતા દુખાવાને મટાડવાની કેટલાક ઘરેલું ઉપચાર
લવિગંઃ– લવિંગ દાંતના ગદુખાવા માટે બેસ્ટ ગણાય છે, દાંતમાં લવિગંને 5 મિનિટ સુધી દબાવીને રાખવાથી આ દુખાવો ગાયબ થી જાય છે, આવું તમારે દિવસમાં 3 થી 4 વાર કરવું પડશે.
બાળવું દાતંણઃ- બાવળનું દાંતણ પેઢાના દુખાવાને જડમાંથી દૂર કરે છે,દાંતને સાચવવા જંકફૂડ, કોલ્ડીંકસ, ચોકલેટ ખૂબ જ નુકસાનકારક છે, તેમજ દાંતણ કર્યા બાદ બ્રશ કરવાનો પણ આગ્રહ રાખવો જોઇએ
લીમડાનું દાતંણઃ– લીમડામાં અનેક ઓષધિ ગુણો સમાયેલા છે જેનું દાતણ કડવું હોય છે જો કે તે દાંત માટે ખૂબ અસરકારક સાબિત થાય છે.
હિંગઃ- સાથે જ હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે.
તલઃ- સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.આ સહીત તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.
લીબુંઃ- લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.આ સાથે જ તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
ફટકડીઃ- ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
મીઠુંઃ- દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટે છે.