શું તમારા વાળ ભૂખરા અને બરછડ છે તો તેને મુલાયમ અને કાળા ઘટ્ટ કરવા માટે જોઈલો આ નુસ્ખાઓ
- વાળને સફેદ થતા અટકાવવા દિવેલ મહત્વનો ભાગ ભજવે છે
- એલોવિરા આમળા અને અરીઠા નો ઉપયોગ વાળ કાળા કરે છે
સામાન્ય રીતે વધતી ઉમંર ન પણ હોય છંત્તા નાની ઉમંરે આજકાલ વાળ સફેદ થવાની અનેક લોકોને ફરીયાદ હોય છે, ઘમી વખત આ સમસ્યામાં આપણો ખોરાક જવાબદાર હોય છે તો ઘણી વખત અનેક નાની મોટી બીમારીમાં પીવાથી દવાઓ અનેક પરિબળના કારણે વાળ સફેદ થતા હોય છે, તો ઘણી વખત લોંબો સમય સુધી વાળમામં તેલ ન કરવાથી પણ વાળ સફેદ થવાની ફરયાદ રહેતી હોય છે તો આજે ઘરેલુ ઉપાય જોઈશું જેનાથી વાળને નાની ઉમંરે સફેદ થતા રોકી શકીશું અને વાળને કાળા ઘટ્ટ અને સીલ્કી બનાવીશું
ઘણી વખત સફેદ વાળને છુપાવવા માટે હેર ડાઇ અને કલરનો ઉપયોગ કરી શકે છે. પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી વાળમાં અન્ય સમસ્યાઓ થઇ શકે છે.તો આજે એવા ઉપાયો જોઈશું જે નેચરલ હશે અને વાળને લાંબા ગાળે નુકશાન પણ નહી થાય
રીત 1 –
એલોવેરા જેલ 1 કપ લો તેમાં એક કપ કોપરેલ એટલે કે નારિયેળનું તેલ મિક્સ કરો હવે આ મિશ્રણને રાત્રે સુતા વખતે નાથામાં ભરપુર પ્રમાણમાં ભરીદો અને ત્યાર બાદ વાળમાં કોટનનું કાપડ બાંધી સુઈ જવું હવે સવારે તેને પાણી વડે ઘોઈલો મહિનામાં 5 થી 6 વખત આ ઉપાય કરવો
રીત 2
સૌ પ્રથમ આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે તેને ઉકાળી લો. હવે વાળ ઘોવા માટે હંમેશા આ મિશ્રણનો ઉપયોગ કરો જે નેચરલ શેમ્પુ હોવાથી વાળ ખરાબ થતા નથી અને વાળ સફેદ થતા અટકે છે
રીત 3
સૌ પ્રથમ દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો.
રીત 4
અઠવાડિયામાં 3 વખત સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો
રીત 5
મેથીના દાણાને રાતે પાણીમાં પલાળી દો સવારે તેની પેસ્ટ બનાવી તેના સરખા પ્રમાણમાં દહી એડ કરી દો, ત્યાર બાદ એક ચમચી સુકા આમળાનો પાવડર મિક્સ કરો હવે આ પેસ્ટને વાળમાં અપ્લાય કરી એક કલાક રહેવાદો અને પછી ઘોઈલો
રીત 6
નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.
રીત 7
આ સાથે જ વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે.
રીત 8
નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે.
રીત 9
કાળા તલનું તેલ રોજ રાતે સુતા વખતે વાળમાં લગાવવું ત્યાર બાદ સવારે આમળાના પાવડરની પેસ્ટ તેજ વાળમાં લગાવી 1 કલાક બાદ વાળ ઘોઈલેવા
રીત 10
લીમડાના પાનને સુકાવીને તેનો પાવડર બનાવી લો, ત્યાર બાદ આ પાવડરમાં આમળાનો પાવડર મિક્સ કરો હવે તેમાં કોપરેલ એડ કરીને વાળમાં લાગાવી 4 કલાક રહેવાદો ત્યાર બાદ વાળ ઘોઈલો