શું તમને પર શરીરમાં ખંજવાળ વધારે આવે છે? તો ચેતી જજો,હોઈ શકે છે ગંભીર બીમારીના લક્ષણ
આપણા શરીરમાં થતા બદલાવને કેટલાક લોકો ધ્યાનમાં લેતા નથી, અથવા કેટલા લોકો ધ્યાનમાં લે છે તો તેના પર જરૂરીયાત મુજબ ધ્યાન આપતા નથી, અને આખરે આ જ પ્રકારની ભૂલ મોટી મૂર્ખામી સાબિત થઈ શકે છે. આવામાં જો વાત કરવામાં આવે શરીરમાં આવતી વધારે ખંજવાળની તો લોકોએ આ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ.
સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)ની કોશિકાઓ જ્યારે અનિયંત્રિત રીતે વઘીને ટ્યુમર બનાવે છે ત્યારે કેન્સરનું રૂપ લે છે. આ કોશિકાઓ પૂરા શરીરમાં ફેલાઇ જાય છે અને માણસનો જીવ જઇ શકે છે. સ્વાદુપિંડના કેન્સરના લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોઇ શકે છે. જો કે કેટલાક સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, પીઠમાં દુખાવો, ભૂખ ના લાગવી, અચાનક વજન ઓછુ થવું, પીળિયો થવો, યુરિનનો રંગ બદલાઇ જવો, લોહીમાં ગઠ્ઠા થવા અને થાક લાગવો છે. પરંતુ એક લક્ષણ સ્કિન પર ખંજવાળ આવવી છે જે પાછળથી ભયંકર રૂપ લે છે. સ્વાદુપિંડ શરીરનું બહુ જરૂરી અંગોમાંથી એક છે. તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વાદુપિંડ સારું હોય એ ખૂબ જરૂરી છે. આમાં જો કોઇ તકલીફ હોય તો શરીરની સિસ્ટમ ખરાબ થઇ જાય છે.
પિત્તમાં મળતુ બિલીરૂબિન નામનું કેમિકલ પીળિયાનું કારણ બની શકે છે. જ્યારે લિવર બિલીરૂબિનને સારી રીતે પ્રોસેસ નથી કરી શકતુ ત્યારે એ અનિયંત્રિત થઇ જાય છે અને આનાથી ત્વચા અને આંખોમાં પીળાશ આવવા લાગે છે. પિત્ત નળી પિત્તને લિવરના નાના આંતરડામાં લઇ જાય છે. સ્વાદુપિંડની ટ્યૂમર લિવરને પિત્તમાં રિલીઝ કરવાથી રોકે છે જેના કારણે બિલીરૂબિન વધવા લાગે છે. પીળિયો એક એવી બીમારી છે જે સ્વાદુપિંડ કેન્સરના લોકોને પ્રભાવિત કરી શકે છે અને આ સ્થિતિમાં ખંજવાળ આવે છે.સામાન્ય રીતે મોટાભાગના લોકો ત્વચા પર આવતી ખંજવાળને ઇગ્નોર કરતા હોય છે. પરંતુ જો તમને લાંબા સમય સુધી ખંજવાળ આવે છે તો સ્વાદુપિંડનું કેન્સર હોઇ શકે છે જેના કારણે ત્વચાના રંગમાં બદલાવ આવે છે. આમ, જો તમને લાંબા સમય સુધી ખંજવાળ આવે છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો.