Site icon Revoi.in

શું તમે કપિંગ થેરાપી વિશે જાણો છો, દુખાવામાં રાહત માટે પ્રચલિત છે આ થેરાપી

Social Share

વ્યક્તિ પોતાની પીડાને દૂર કરવા માટે અમેક ઔષધિના સેવનથી લઈને અવનવી થેરાપી તરફ વળ્યો છે ,જો આજકાલ ટ્રેન્ડિંગ થેરાપીની વાત કરીએ તો તે કપિંગ થેરાપી છે,જો કે આ વિશે ઘણા ઓછા લોકો માહિતગાર હશે કે ખરેખર આ થેરાપી શું છે અને કઈ સમસ્યાઓમાં આ ખેરાપી લઈ શકાય છે.

ખાસ કરીને આ થેરાપી સંધિવા અથવા સંધિવાનું મુખ્ય કારણ યુરિક એસિડનું પ્રમાણ છે. યુરિક એસિડ દરેક વ્યક્તિના શરીરમાં બને છે અને તે કિડની દ્વારા સરળતાથી ફિલ્ટર કરીને શરીરમાંથી દૂર કરવામાં આવે છે. પરંતુ જ્યારે કિડની યુરિક એસિડને ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તે લોહીમાં ભળી જાય છે અને શરીરના સાંધાઓ વચ્ચે જમા થવા લાગે છે.ત્યારે તે માટે આ થેરાપી બેસ્ટ ઓપ્શન છે

આવી સ્થિતિમાં સાંધામાં દુખાવો, સોજો અને જકડાઈ જવાની સમસ્યા શરૂ થાય છે. આવી સ્થિતિમાં, આ દર્દથી રાહત મેળવવા માટે, દવાઓની જગ્યાએ, તમે કુદરતી વસ્તુઓનો પણ સહારો લઈ શકો છો. આમાં, કપિંગ થેરાપી તમારા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. 

કપિંગ થેરાપી શું છે જાણો

કપીંગ થેરાપી એ દવાઓની જગ્યાએ વપરાતી તકનીક છે. આ તકનીકનો ઉપયોગ પીડા, બળતરા, રક્ત પ્રવાહ, આરામ અને ઊંડા પેશીઓની સારવાર માટે થાય છે. તેનો ઉપયોગ પીઠ, પેટ, હાથ, પગ અને ચહેરા પર થાય છે. કપમાં શૂન્યાવકાશ હોવાથી  તે ત્વચા ખેંચે છે. આ રક્ત પરિભ્રમણને નિયંત્રિત કરે છે.

ભીના કપિંગમાં, કપને ત્રણ મિનિટ સુધી એક જગ્યાએ રાખીને હળવા સક્શન બનાવવામાં આવે છે. પછી ચિકિત્સક કપને દૂર કરે છે અને ચામડીમાં નાના કટ બનાવવા માટે નાના સ્કેલપેલનો ઉપયોગ કરે છે. પછી તેઓ એક નાનું સક્શન કરે છે જેથી લોહીની થોડી માત્રા દૂર કરી શકાય.કપિંગ થેરાપીમાં કાચ, વાંસ, સિલિકોન અને માટીના કપનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપચારનું દબાણ ત્વચાની અંદરની રક્તવાહિનીઓને વિસ્તૃત કરે છે. આવી સ્થિતિમાં, અસરગ્રસ્ત વિસ્તારમાં વધુ લોહી પહોંચે છે અને સમસ્યા ઝડપથી દૂર થઈ શકે છે. ઉપરાંત, ઘણા નિષ્ણાતો દાવો કરે છે કે કપિંગ છિદ્રોને સાફ કરે છે અને શરીરના ઝેરને મુક્ત કરે છે.