શું તમે હોટ સ્પ્રિંગ વોટર વિશે જાણો છો ? જે તમારી ત્વચા પર લાવે છે ગ્લો, સ્કિનની અનેક સમસ્યાને કરે છે દૂર
- થર્મલ વોટર સ્કિન માટે ગુણકારી
- તેના ઉપયોગથી ત્વચા પર આવે છે ગ્લો
પહેલા તો આપણે જાણીએ કે હોટ સ્પ્રિંગ વોટર એટલે શું, સાનમાન્ય રીતે કુદરતી રીતે જમનીમાંથી ફૂટી નીકળેલા ગરમ પાણીના ઝરણાનું જે પાણી હોય તેને હોટ સ્પ્રિંગ વોટર કે થર્મ વોટર તરીકે ઓળખાય છે અનેક નિષ્ણાંતોના મતે આ પાણી ત્વચા માટે આશિર્વાદ સમાન છે જે ત્વચાની અનેક સમસ્યાઓને દૂર કરે છે.
થર્મલ વોટર દેખાવમાં સામાન્ય પાણી જેવું જ હોય છે, પરંતુ તેમાં પોષક તત્વોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. થર્મલ પાણી તમારી ત્વચા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી, જો તમે તમારી ત્વચા સંભાળમાં થર્મલ પાણીનો ઉપયોગ કરો છો તો તમારી ત્વચા કુદરતી રીતે ગ્લો કરશે. થર્મલ વોટરની મદદથી ફેશિયલ ટોનર બનાવીને ચહેરા પર લગાવાથી ત્વાચાનેલગતી સમસ્યાઓ દૂર થાય છે.
આ ટોનર બનાવાની રીત
અડધો કપ થર્મલ પાણી અને અડધો કપ ગુલાબ જળની જરુર પડે છે.
થર્મલ વોટર ફેશિયલ ટોનર બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો.પછી તમે આ બાઉલમાં થર્મલ વોટર અને ગુલાબ જળ ઉમેરો.આ પછી, આ બંનેને સારી રીતે મિક્સ કરો.
પછી તમે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો.
હવે આ બોટલ મે તેને ફ્રીજમાં રાખીને સ્ટોર કરો.હવે તમારું થર્મલ વોટર ફેશિયલ ટોનર તૈયાર છે,દરરોજ ચહેરા પર ટોનર સાથે તેનો ઉપયોગ કરી શકો છો.