શું તમે કરમદા વિશે જાણો છે,આ ખાટ્ટુ નાનું બોર જેવું દેખાતું ફળ સ્વાસ્થય માટે છે ખૂબ જ ઉપયોગી
કરમદા એક એવું ફળ છે જે ખાટ્ટુ હોય છે ઘણા લોકો તેને સુકવીને ખાય છે તો કેટલાક લોકો તેને આથીને અથાણું પણ બનાવે છે દેશાવમાં સફેદ અને લાલ બે મિક્સ રંગના હોય છે ખૂબ જ ખાટ્ટો સ્વાદ હોવાથી તે વઘારે ખાય શકાતા નથી જો કે આ કરમદા સ્વાસ્થયને ઘણી રીતે ફાયદો કરે છે.
ખાસ કરીને કરમદા માં કેલેરી, પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, સુગર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, ફોસ્ફરસ અને કોપર જેવા ઘણા પોષક તત્વો સમાયેલા હોય છે.
કરમંદા હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં શરીરને લાંબા સમય સુધી બળતરા થતી હોય તો પણ રાહત મળે છે અને કોષ ડેમેજ થવા દેતા નથી. ડેમેજ થી બચેલા કોષ જ હૃદયને સ્વસ્થ બનાવે છે અને આપણને લાંબુ અને સ્વસ્થ જીવન આપે છે.
કરમદા ખાવાથી મગજને તેજ અને પાવરફુલ બને છેઆપણું મગજ એવું છે કે, જે શૂન્ય થઈ જાય તો, તેના વગર કોઈપણ કામ કરી શકાતું નથી. માટે તમારા મગજને વધારે તેજ બનાવવું હોય કરમદા જેવું આ નાનું ફળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આ સહીત શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. જેના કારણે જેટલું બની શકે એટલું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કરમંદાનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે, અને લોહી સારી રીતે ફરતું થાય છે.
કરમંદા લોહીને શુદ્ધ કરીને મગજ સુધી લોહી પહોંચાડવાનું કામ કરે છે અને મગજમાં શુદ્ધ લોહી પહોંચતા મગજ ધીમે ધીમે તેજ બનવા લાગે છે.