શું તમને બાળકોને થતી માયોપિયા બીમારી વિશે ખબર છે? તો જાણી લો
દરેક જાણકારો તથા ડોક્ટર કહે છે કે બાળકોનું ધ્યાન રાખવું અને તેમના વર્તન પર તો ખાસ ધ્યાન આપવું કારણ કે તેમના વર્તનથી જ તેમની સમસ્યાઓને ઓળખી કે જાણી શકાય છે, આવામાં વાત કરવામાં આવે બાળકોને થતી માયોપિયા બીમારી વિશે તો તેના વિશે દરેક માતાપિતાએ તકેદારી રાખવી જોઈએ.
જો આ મુદ્દે વધારે વાત કરવામાં આવે તો ભારતમાં માયોપિયા બીમારી અને માયોપિક બાળકોની સંખ્યા સતત વધી રહી છે. આ વધતી સંખ્યા મુદ્દે જાગૃક્તા ફેલાવવા માટે રાષ્ટ્રીય માયોપિયા સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે. માયોપિયાના કારણે દર વર્ષે લાખો બાળકોની નજર કમજોર થઈ રહી છે. બાળકોમાં થતી માયોપિયાની બીમારી કિશોરવસ્થા દરમિયાન – મોતિયા, ગ્લુકોમા, રેટિના ડિટેચમેન્ટ, માયોપિક મેક્યુલોપથી અને માયોપિક સ્ટ્રેબિસમસ ફિક્સસ જેવી બીમારીઓનું કારણ બની શકે છે.
હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં શાળાએ જતાં લગભગ 13 ટકા બાળકો માયોપિક છે. આ પાછળનું મુખ્ય કારણ છેલ્લા એક દાયક દરમિયાન ઈલેકટ્રોનિક ગેજેટ્સના વધુ પડતા ઉપયોગને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન બાળકોનું સ્ક્રિન ટાઈમ વધી ગયું છે. 17 વર્ષ સુધીના બાળકોમાં વીડિયો ગેમ રમવાની અને ઈન્ડોર પ્રવૃતિઓમાં વધારો થયો છે.
ENTOD હેલ્થ ફાઉન્ડેશન અને સ્ટ્રેબિસમસ એન્ડ પેડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના સહયોગથી ENTOD ફાર્માસ્યુટિકલ્સે 14થી 20 નવેમ્બર દરમિયાન દેશભરના અનેક શહેરોમાં માયોપિયા જાગૃતિ સપ્તાહનું આયોજન કર્યું છે. આ અંતર્ગત બાળકોમાં થતા માયોપિયા રોગ અંગે જાગૃક્તા લાવવામાં આવશે. આ પહેલું રાષ્ટ્રવ્યાપી માયોપિયા અભિયાન છે.