- શિયાળામાં ત્વચાની રાખો કાળજી
- નાઈટ સીરમ ક્રીમનો કરો ઉપયોગ
- શિયાળામાં થતી સમસ્યાથી મળશે રાહત
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને ત્વચાને લઈને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક લોકોની ત્વચા સાવ સુકાઈ જાય છે તો કેટલાક લોકોની ત્વચા પર નાના-નાના લાલ લાલ ટપકા થઈ જતા હોય છે. પણ હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
હવે જે લોકોને આ આ પ્રકારની સમસ્યા હોય તે નાઈટ સીરમ ક્રીમનો ઉપયોગ કરી શકે છે અને તેને બનાવવાની રીત પણ સરળ છે. ગુલાબજળ નાઈટ સીરમ બનાવવા માટે 25 મિલી ગુલાબજળમાં ગ્લિસરિનના થોડા ટીપાં મિક્સ કરો. લીંબુ ઉપરાંત વિટામિન E કેપ્સ્યુલ્સ પણ ઉમેરો. હવે આ બધું એક સ્પ્રે બોટલમાં નાખો અને દરરોજ રાત્રે નાઈટ સીરમનો ઉપયોગ કરો.
દૂધ અને ટામેટા નાઇટ સીરમ બનાવવા માટે ફક્ત ટામેટાં અને દૂધની જરૂર પડશે. ટામેટા અને દૂધનો સ્કિનને ફાયદો એ થશે કે તે આખી રાત ત્વચાની ભેજ જાળવી રાખશે. આ સીરમ બનાવવું એકદમ સરળ છે. આ માટે કાચું દૂધ લો અને તેમાં ટામેટાંને સારી રીતે મિક્સ કરો. રાત્રે તેને લગાવો અને 15થી 20 મિનિટ માટે ચહેરા પર રહેવા દો. હવે ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. આ સીરમમાં ચહેરો પણ દાગ વગરનો રહેશે.
ઉલ્લેખનીય છે કે,લોકો ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો બજારમાં ઉપલબ્ધ ક્રીમ અને સીરમ પર પણ ઘણો ખર્ચ કરે છે.