Site icon Revoi.in

શું તમને સફેદ મહેંદી વિશે ખબર છે? તેનાથી પણ વધે છે હાથની સુંદરતા

Social Share

જ્યારે પણ વાત આવે મહેંદીની તો લોકોને બે જ પ્રકારની મહેંદી યાદ આવે, એક છે માથામાં નાખવાની મહેંદી અને બીજી છે કોઈ સારા પ્રસંગ પર હાથમાં મુકવાની મહેંદી, પણ આ વાત જાણીને ચોંકી જવાશે કે ક્યારેક મહિલા હાથમાં સફેદ મહેંદી પણ મુકે છે અને તે સુંદરતાને પણ વધારે છે.

દેશના કેટલાક રાજ્યોમાં હરિયાળી ત્રીજના દિવસે મહિલાઓ સફેદ મહેંદીને મુકે છે અને આ દિવસને તમામ મહિલાઓ સૌભાગ્ય દિવસ માને છે. દરેક સ્ત્રી પોતાની જાતને ખૂબ જ આકર્ષક બતાવવા માંગે છે ત્યારે હાથ પર લીલી મહેંદીને બદલે સફેદ મહેંદી લગાવવાની ટ્રાય કરવી જોઈએ. સફેદ મહેંદી આધુનિક સંસ્કૃતિનો એક ભાગ છે અને ટેટૂ જેવી દેખાય છે.

સામાન્ય રીતે લોકો તેમના હાથ અને પગ પર વિવિધ પ્રકારની લીલી મહેંદી ડિઝાઇન લગાવવાનો ટ્રેન્ડ છે. ઘણી સ્ત્રીઓને ફુલ હેન્ડ ડિઝાઈન ગમે છે, સફેદ મહેંદીની ડિઝાઇન સ્પષ્ટ દેખાય અને સુંદર દેખાય છે જેના કારણે તે અન્ય મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. હરિયાળી ત્રીજ પ્રસંગે આધુનિક ડ્રેસ પહેરવાનું વિચારી રહ્યા છો, તો સફેદ મહેંદી તમારા દેખાવમાં વધારો કરી શકે છે.

નવપરણીત મહિલા સફેદ મહેંદી હાથ અથવા પીઠ પર ટેટૂ તરીકે કરી શકે છે. આ સિવાય, તેની ડિઝાઇનમાં કરવામાં આવેલા અન્ય રંગોનું કોમ્બિનેશન પણ કરી શકાય છે.