શું તમને ખબર છે? ઠંડીના સમયમાં બદામનું તેલ સ્કિન માટે છે બેસ્ટ
લોકો માને છે કે શિયાળાના સમયમાં ત્વચા ફાટી ન જાય તે માટે અનેક પ્રકારની કાળજી રાખવી જોઈએ, મોટાભાગના લોકો આ માટે ધ્યાન પણ રાખતા હોય છે પણ આવામાં તે વાત જાણીને લોકો ચોંકી જશે કે બદામનું તેલ પણ શિયાળામાં ત્વચાને રાહત આપે છે.
જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો જાણકારી પ્રમાણે જો ચહેરા પર શુષ્કતાની સાથે પિમ્પલ્સ હોય તો બદામનું તેલ લગાવી શકાય છે. લીમડાના તેલમાં બદામના તેલના થોડા ટીપા મિક્સ કરો અને પછી તેને ચહેરા પર લગાવો. હળવા હાથે માલિશ કર્યા પછી, લગભગ અડધા કલાક માટે છોડી દો. ત્યારબાદ પાણીથી ચહેરો સાફ કરી લો. લીમડાના તેલમાં બદામનું તેલ મિક્સ કરીને લગાવવાથી પિમ્પલ્સની સમસ્યા ઓછી થાય છે.
જો તમને દિવસ દરમિયાન સમય ન મળતો હોય, તો પછી બદામના તેલને નાઈટ સ્કિન કેરને રૂટિનમાં સામલે કરો. રાત્રે સૂતા પહેલા ચહેરાને ફેસવોશથી સારી રીતે સાફ કર્યા બાદ બદામના તેલના બેથી ત્રણ ટીપાં લઈ હળવા હાથે મસાજ કરો. પછી તેને આખી રાત રહેવા દો. જો તમારી સ્કિન ઓઈલી છે તો લગભગ અડધા કલાક પછી જ ચહેરો ધોઈ લો.
તમે શિયાળાની ઋતુમાં બદામના તેલને ફેસ પેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો. માત્ર એક ચમચી ચણાનો લોટ અને એક ચપટી હળદર મધમાં મિક્સ કરો. આ ફેસ પેકમાં બદામના તેલના બેથી ત્રણ ટીપાં ઉમેરો અને મિક્સ કરો. આ ફેસ પેક લગાવવાથી બદામના તેલનું પોષણ પણ ત્વચાને સરળતાથી મળી જશે.
ઉલ્લેખનીય છે કે આ લેખને માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે અને તેના વિશે કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.