Site icon Revoi.in

શું તમે જાણો છો? ચંદનનો લેપ લગાવવાથી પણ તણાવ અને થાક થાય છે દૂર

Social Share

થાક અને તણાવ આજકાલ મોટાભાગના લોકોના જીવનમાં ઘર કરીને બેસી ગયો છે. દરેક લોકો તણાવ અને થાકનો અનુભવ કરે છે અને કેટલીક વાર તો તેના કારણે કંટાળી પણ જાય છે. પણ હવે થાક અને તણાવને દૂર કરવામાં ચંદનનો લેપ પણ મદદરૂપ બની શકે છે.

આમ તો આપણને સૌને ખબર છે કે ચંદનને ભારતમાં એક વિશેષ ઔષધિ જોવામાં આવે છે. આયુર્વેદ અનુસાર ચંદનના ઝાડ અલગ અલગ પ્રકારના હોય છે અન ચંદનથી શરીર પ્રાકૃતિક રીતે રિલેક્સ થાય છે અને શરીરને ઠંડક આપે છે. આ માટે ચંદન પાઉડર અથવા ચંદનના લેપનો ઉપયોગ કરી શકો છો.

ચહેરા પર ખીલની સમસ્યા થઈ રહી હોય અને ચંદનનો ઉપયોગ કરવામાં આવે તો તે સમસ્યાથી રાહત મળે છે. ચંદનની લાકડીઓને ઘસીને મોઢા પર લગાવવાથી ખીલ તથા ત્વચાની અન્ય સમસ્યાથી રાહત મળે છે. ચંદનની પ્રાકૃતિક સુગંધના કારણે સેરોટોનિન હોર્મોનમાં વધારો થાય છે. આ હોર્મોનમાં વધારો થતા શરીરમાં ઠંડક થાય છે. સેરોટોનિન હોર્મોન તણાવને ઓછો કરે છે. આ પરિસ્થિતિમાં ચંદનનો લેપ કરવાથી તણાવથી રાહત મળે છે.

જરૂરિયાત અનુસાર ચંદન પાઉડર લઈને તેમાં થોડુ કપૂર નાખો. હવે તેમાં ગુલાબજળ મિશ્ર કરી લો. ચંદનનો આ લેપ માથા પર લગાવવાથી માથાના દુ:ખાવાથી રાહત મળે છે.

જો કે આ તમામ પ્રકારની માહિતી જાણકારો પાસેથી મેળવવામાં આવી છે. કેટલાક લોકોને આ પ્રકારનો આયુર્વેદિક રસ્તો માફક ન પણ આવે તો તે વ્યક્તિએ તે પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.