Site icon Revoi.in

શું તમને ખબર છે? એક સમયે ભારતીય રૂપિયો અને અમેરિકન ડોલરની વેલ્યુ એક સરખી જ હતી, જાણો વધુ માહિતી

Social Share

એવું માનવામાં આવે છે કે, 1947માં ભારતના રૂપિયાનું મૂલ્ય અમેરિકી ડોલરના બરાબર હતું. એટલે 1 ડોલર અને 1 રૂપિયો સમાન હતા. જો કે, આઝાદી પહેલા સુધી ભારતીય રૂપિયો બ્રિટિશ પાઉન્ડની સાથે પેગ્ડ હતો. ત્યારે પાઉન્ડનું મૂલ્ય 13 રૂપિયા હતું. 1 પાઉન્ડનું મૂલ્ય 2.73 ડોલરની બરાબર હતું. આ રીતે જોવામાં આવે તો, 1947માં 1 ડોલર બરાબર 4.76 રૂપિયા હતા. આઝાદી પછી સતત રૂપિયાનાં મૂલ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જ્યારે કોઈ દેશ તેના ચલણને કોઈ અન્ય દેશના ચલણ સાથે જોડે છે ત્યારે, તે તેની આર્થિક પરિસ્થિતિઓના અનુરૂપ સ્વાયત્ત નીતિ બનાવવામાં અસમર્થ થાય છે. આ એક મોટું કારણ રહ્યુ, કે જેના કારણે જૂની વિનિમય દરની સિસ્ટમને બંધ કરી દેવામાં આવી. આ ઉપરાંત 1992માં ભારતીય રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળ્યો, જેના કારણે લોકોએ ડોલર ખરીદવાનું શરૂ કર્યુ. આ કારણથી આરબીઆઈ પાસે ડોલર લગભગ ખત્મ થઈ ગયા અને તેના માટે રૂપિયાને પેગ કરવો બહુ જ મુશ્કેલ થઈ ગયું. આ દરમિયાન ધણી આર્થિક ફેરફાર કરવામાં આવ્યા અને ભારતે ફ્લોટિંગ વિનિમય દરને અપનાવી લીધો.

જો વાત કરવામાં આવે કે કેવી રીતે નક્કી કરવામાં આવે છે વિનિમય દર? તો તેનું સૌથી મોટું પરિબળ માંગ અને પુરવઠો છે. જો કે, તેના ઉપરાંત પણ ઘણા પરિબળો છે. જેમ કે વસ્તુની માંગ વધે છે, તો સ્વાભાવિક રીતે તેનો રેટ પણ વઘવા લાગે છે. આ હાલ ચલણનો પણ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વેપાર માટે ડોલરની માંગ જેટલી વધે છે. તેનું મૂલ્ય પણ એટલું જ ઉપર જાય છે. આને ફ્લોટિંગ વિનિમય દર કહે છે. રૂપિયાના સંદર્ભમાં તેને સમજી શકાય છે. ભારત અત્યારે જેટલા મૂલ્યનો સામાન યૂએસમાં નિકાસ કરે છે, તેનાથી વધારે આયાત કરે છે. વેપારીઓને યૂએસનો સામાન ખરીદવા માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે અને તેઓ રૂપિયાથી ડોલર ખરીદે છે. જેનાથી ડોલરની માંગ વધે છે અને સાથે જ તેનું મૂલ્ય પણ વધે છેય આ ઉપરાંત મોંઘવારી, વ્યાજ દર, ચાલૂ ખાતાની ખાદ્ય, સોનાની આયાત-નિકાસ અને જાહેર દેવું એવા પરિબળો છે જે, વિનિમય દરને પ્રભાવિત કરે છે.