શું તમે જાણો છો એવા દેશો કે, જ્યાં યુવતીઓના હિજાબ પહેરવા પર લગાવાયેલો છે પ્રતિબંધ
- ઈરાનમાં હિજાબ વિવાદ
- ફ્રાંસ અને ઈટલી એ પણ બાબતે મૂક્યો છે પ્રતિબંદ
હિજાબ વિવાદ દિવસેને દિવસે અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છએ હાલ ઈરાનમાં હિજાબ વિવાદ વકરી રહ્યો છે ત્યારે વિશ્વના ઘણા દેશઓ એવા છે કે જ્યા યુવતીઓએ હિજાબ પહેરવા પર બેન જોવા મળે છએ,એવા દેશઓ કે જ્યા હિજાબ પહરવાની અનુમતી નથી તો ચાલો જાણીએ આવા દેશઓ વિશે.
1 ફ્રાંસ
પશ્ચિમી દેશોમાં ફ્રાન્સ પહેલો દેશ છે, જેણે પોતાના દેશમાં યુવતીઓના હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ફ્રાન્સ પ્રથમ યુરોપિયન દેશ હતો જેણે ઇસ્લામિક હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, બુરખા પરના પ્રતિબંધ બાદ ફ્રાંસ સરકારને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલા સરકોઝીની ઘણા મુસ્લિમ દેશોમાં નિંદા થી હતી.ફ્રાન્સના આ કાયદા હેઠળ કોઈ પણ મહિલા ચહેરો ઢાંકીને ઘરની બહાર જઈ શકતી નથી. નિયમના ઉલ્લંઘન માટે દંડની જોગવાઈ પણ છે. ફ્રાન્સની સરકારનું માનવું છે કે બુરખો મહિલાઓ સાથેના અત્યાચારથી ઓછો નથી.
2 ઈટલી
ઇટાલીમાં બુરખા પર આંશિક પ્રતિબંધ છે. ઇટાલીના કેટલાક શહેરોમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ છે. આ કાયદો ખાસ કરીને નોવર અને લોમ્બાર્ડી શહેરોમાં લાગુ પડે છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ પણ નકાબ પ્રતિબંધ લાગુ કરવાના પક્ષમાં હતા. તેમનું માનવું હતું કે નિકાબ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જોકે, જર્મનીમાં હાલમાં આવો કોઈ કાયદો નથી.
3 બેલ્જિયમ
બેલ્જિયમ પણ એક એવો દેશ છે જેણે પોતાના દેશમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ દેશે વર્ષ 2011માં જ સંપૂર્ણ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકી દીધો. આ કાયદા હેઠળ, જાહેર સ્થળોએ આવા કોઈપણ પહેરવેશ પર પ્રતિબંધ છે, જે પહેરનારની ઓળખ જાહેર કરવાની મંજૂરી આપતું નથી.