અત્યાર સુધી દરેક વ્યક્તિએ આદુ ખાવાના ફાયદા વિશે સાંભળ્યુ હશે પરંતુ મોટાભાગના લોકોને તેનાથી થનારા નુક્સાન વિશે જાણ હશે નહી. સવારમાં આદુવાળી ચા પીધાં વિના ઘણાં લોકોની ઉંઘ ઉડતી નથી. ઘણાં લોકોને આદુ વગરની ચા પસંદ આવતી નથી. પણ આજે હવે તેના વિશે લોકોએ વધારે જાણવું જોઈએ.
જો વાત કરવામાં આવે સૌથી પહેલા નુક્સાનની તો આદુનું વધુ પડતું સેવન કરવાથી તમારા આંતરડાને પણ અસર થઈ શકે છે. તેનાથી ઝાડા થવાની શક્યતા પણ વધી જાય છે. આદુના સેવનથી ગેસ્ટ્રોઇંટેસ્ટિનલ બીમારીનો પણ દર્દી બની શકે છે.
આ ઉપરાંત શિયાળામાં આદુ વધુ ખાવામાં આવે છે કારણ કે તે ગરમ હોય છે. તેમાં એન્ટિ પ્લેટલેટ્સ હોય છે. આદુના આ ગુણો રક્તસ્રાવનું કારણ બની શકે છે. આ સિવાય ઘણા લોકો આદુને કાળા મરી, લવિંગ જેવા મસાલા સાથે ખાય છે. આવી સ્થિતિમાં આ જોખમ વધુ વધી જાય છે.
જો આદુનું સેવન યોગ્ય રીતે અને મર્યાદિત માત્રામાં કરવામાં આવે, તો તે પાચન શક્તિને વધારે છે. પરંતુ જરૂરતથી વધારે સેવન કરવાથી પાચનને બગાડી શકે છે. તેના સેવનથી પેટ સંબંધિત ઘણાં પ્રકારની બીમારી પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.