શું તમે જાણો છો? અનાનસમાંથી ફેસપેક બનાવી શકાય અને વાળની કાળજી રાખી શકાય
- અનાનસનો ઉપયોગ કરીને વાળની કાળજી રાખો
- સાથે ત્વચા પર પણ મેળવે ગ્લો
- અનાનસમાંથી ફેસપેક પણ બનાવી શકાય છે
ચહેરાની ત્વચા સુંદર રહે અને ચમકદાર રહે તેના માટે મહિલાઓ દ્વારા અનેક પ્રકારના નુસ્ખાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.આવામાં જો વાત કરવામાં આવે તો અનાનસથી પણ અનેક પ્રકારની ફાયદા થતા હોય છે અને તેનો ઉપયોગ પણ કેટલાક લોકો દ્વારા કરવામાં આવે છે.
આજકાલ લોકો ચહેરા પર અકાળે કરચલીઓ અથવા ફ્રીકલ્સની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેને દૂર કરવા માટે છીણેલા પાઈનેપલમાં ત્રણથી ચાર ચમચી દૂધ ઉમેરો. સારી રીતે પીસ્યા પછી, બનાવેલી પેસ્ટને ચહેરા પર લગાવો અને લગભગ 15 મિનિટ પછી તેને ધોઈ લો અને તેને દૂર કરો.
જો વાત કરવામાં આવે અનાનસના ઉપયોગની તો સ્કિનને ગ્લોઇંગ બનાવવા માટે અનાનસ (પાઈનેપલ) અને ચણાના લોટનું પેક બનાવી શકો છો. પાઈનેપલના પલ્પને છીણી લો અને તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરો. આ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરા પર ગ્લો જોવા મળે છે.
પાઈનેપલથી વાળની સંભાળ લઈ શકાય છો. આ માટે પાઈનેપલ લગાવવાની જરૂર નથી, પરંતુ તેનું નિયમિત સેવન કરવું પડશે. યોગ્ય સમયે અને રીતે તેનું સેવન કરવાથી વાળને ઘટ્ટ અને ચમકદાર બનાવી શકાય છે.જોકે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ કોઈપણ સ્કીનની અથવા વાળની સમસ્યા સર્જાય તો પહેલા ડોક્ટર પાસે જવું. આ માહિતી માત્ર જાણકારી માટે લખવામાં આવી છે.