દિલ્હી :વિશ્વના અમીર નેતાઓમાં કોણ કેટલા ધનીક છે તેના વિશે તો સમગ્ર જાણકારી કોઈની પાસે હશે નહી, પરંતુ જો વાત કરવામાં આવે રશિયાના રાષ્ટ્રપતિ તો એમની અમીરી જોઈને તો તમે પણ થોડીવાર માટે ચોંકી જશો. રશિયાના રાષ્ટ્રપતિ એટલે કે વ્લાદિમીર પુતીન પાસે જે ઘડિયાળ છે, તે કંપનીનું નામ A.Lange & Söhne 1815 Up/Down છે. પુતિનની આ ઘડિયાળ પ્લેટિનમથી બનેલી છે. આ ઘડિયાળની કિંમત લગભગ 1.50 કરોડ રૂપિયા છે. આ સિવાય પુતિન પાસે લેટેસ્ટ ઘડિયાળ છે, જેનું બ્રાન્ડ નેમ Patek Philippe છે. આ ઘડિયાળ 18 કેરેટ સોનાની બનેલી છે અને જેને હાથેથી બનાવવામાં આવી છે. આ ઘડિયાળમાં 2100 સુધીના લીપ વર્ષને દર્શાવવા માટે અલગથી કાંટો આપવામાં આવ્યો છે. સાથે જ દિવસ-રાતને દર્શાવતો કાંટો, વદ અને સુદ પક્ષને દર્શાવતો કાંટો પણ છે. તે અત્યાર સુધીની સૌથી જટિલ ઘડિયાળ હોવાનું કહેવાય છે. તેનો પટ્ટો પણ ભૂરા રંગના મગરના ચામડાથી બનેલો છે. આ ઘડિયાળની કિંમત 70 લાખ રૂપિયા છે.
પુતિનના વાહનોમાં સૌથી ખાસ ઓરસ સેનેટ છે. આ વાહન રશિયામાં જ બનાવવામાં આવ્યું છે અને 2018માં ફરીથી રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિને તેને પોતાનું સત્તાવાર વાહન બનાવ્યું છે. અગાઉ તે મર્સિડીઝ બેન્ઝ એસ600 પુલમેન ગાર્ડ ચલાવતો હતો. પુતિન પોતે પણ અનેક પ્રસંગોએ આ કાર ચલાવતા જોવા મળ્યા છે. સુપરકાર હાઇબ્રિડ પાવરપ્લાન્ટ આધારિત 4.4-લિટર V-8 પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 880 Nm ટોર્ક અને 598 hp પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. આ કાર બેલેસ્ટિક મિસાઈલના હુમલાને પણ સહન કરી શકે છે. તેમજ જરૂર પડ્યે મિસાઈલ છોડવામાં આવી શકે છે. તેની કિંમત 1.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 9 કરોડ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે પુતિનની સંપત્તિનો ખુલાસો કરતો અહેવાલ વર્ષ 2012માં પ્રકાશિત થયો હતો. નેમત્સોવ અને માર્ટીન્યુકના તે અહેવાલ મુજબ પુતિન પાસે લગભગ 42 ખાનગી વિમાન છે. એક રિપોર્ટ અનુસાર આ એરક્રાફ્ટની કિંમત 390 મિલિયન ડોલર એટલે કે લગભગ 3 હજાર કરોડ રૂપિયા છે.